નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નડિયાદમાં આવેલી એન ડી દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ દશ દિવસ સુધી સારવાર આપ્યાં બાદ દર્દીને કોઈ તકલીફ ના થતી હોય તો તેને રજા આપવામાં આવે છે.
આજે વધુ ૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં ખેડાના ૬૮ વર્ષીય મંજુલાબેન કે કા.પટેલ, નડિયાદના ગૌરાંગ આર પ્રજાપતિ (ઉં.વ ૪૩), ખેડા તાલુકાના રઢુના દક્ષેશકુમાર એસ કાછીયા (ઉં.વ ૩૫), નડિયાદના દક્ષેશ આર પ્રજાપતિ (ઉં.વ ૪૧) અનેે કપડવંજના હિનાબેન વી પટેલ (ઉં.વ ૫૩) અને નડિયાદના હરેશ કે પટેલ (ઉં.વ ૩૩) નો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૩ કેસ નોંધાયા છે. જેમાંથી કુલ ૪૧ ને રજા આપી છે. ૪ ના મોત નિપજ્યાં છે. હવે ૧૮ એક્ટિવ કેસ છે. રજા મેળવનાર તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા ફુલ આપી સન્માન કર્યા બાદ વિદાય આપી હતી. દર્દીઓએ પણ હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. આ તમામ દર્દીઓને હજુ સાત દિવસ સુધી ઘરે હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.