સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે અને સાથે સાથે શાકભાજીના નાના વેપારીઓને રોજીરોટી મળી રહે તેનો પૂરતો ખ્યાલ રાખી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરેલ છે…
આણંદ : નાપાડ-તળપદના ડેપ્યુટી સરપંચશ્રી જાનકીબેન પટેલની લોકડાઉન અંગેના મે.કલેક્ટરશ્રી આણંદ નાઓના જાહેરનામાના અનુસંધાને નાપાડ તળપદના ગ્રામજનોને શાકભાજી ખરીદી અંગે તકલીફ ન પડે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે અને સાથે સાથે શાકભાજીના નાના વેપારીઓને રોજીરોટી મળી રહે તેનો પૂરતો ખ્યાલ રાખી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરેલ છે.
શ્રીમતી જાનકીબેનના આ કાર્યને નાપાડ-તળપદના ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી હૃદયપૂર્વક વધાવી લીધેલ છે. નાપાડ-તળપદ ગ્રામજનોનું મંતવ્ય છે કે આગામી દરેક કાર્ય તેઓની આગેવાનીમાં થાય તેવું દરેક ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
- Anant Suthar, Photo Journalist