મુંબઇ : પહેલી ફેબ્રુઆરીએ જેકી શ્રોફનો જન્મદિવસ છે. જન્મદિવસ પર રોહિત શેટ્ટીએ જેકીના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. રોહિત શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં જેકી તથા રોહિત જોવા મળે છે. તસવીર શૅર કરીને રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે તેમની કોપ યુનિવર્સમાં નવું નામ જોડાઈ ગયું છે એટલે કે જેકી શ્રોફ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.
રોહિત શેટ્ટીએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે જ્યારે તમને લાગે છે કે તમે કોપ યુનિવર્સના દરેક કેરેક્ટરને ઓળખો છો તો તમારી સામે પ્રેઝન્ટ કરીએ છીએ જેકી શ્રોફને. સરપ્રાઈઝ હજી પણ બાકી છે. તસવીરમાં જેકી શ્રોફનું ટશન જોવા મળે છે.
જેકી શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ પુત્ર ટાઈગર સાથે ‘બાગી ૩’માં જોવા મળશે. ટાઈગર તથા જેકી પહેલી જ વાર સાથે ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત જેકી શ્રોફ એક્ટર સલમાન ખાનની ‘રાધે’ તથા જ્હોન અબ્રાહમની ‘મુંબઈ સાગા’માં જોવા મળશે.
‘સૂર્યવંશી’ની વાત કરીએ તો ફિલ્મમાં અક્ષય કુમાર તથા કેટરીના કૈફ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ ડોક્ટરના રોલમાં છે. ફિલ્મ ૨૭ માર્ચે રિલીઝ થઈ રહી છે.