આણંદ : રેસ્ક્યું એન્ડ રિહેબિલિટેસન ઓફ સ્ત્રે એનિમલ દ્વારા આજરોજ એક રખડતા કૂતરાને ગળાના ભાગ પર બહુ જ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું રેસ્ક્યુ કરી તેને સફળતાપુર્વક સારવાર આપવામાં આવી હતી. આ રખડતા કૂતરાને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી, તેમાં જીવડાં પડી ચૂક્યા હતા, એમાંથી લોહી નીકળી રહ્યું હતું અને બહુ બધું માખીઓ તેને હેરાન કરી રહી હતી તેમજ કૂતરાને એટલો બધો દુખાવો હતો કે તે ખાઈ પણ શકતો નહોતો જેના કારણે તે બહુ જ અશક્ત થઈ ગયેલ હતો.
દરમ્યાન આ કૂતરાને આ મેડીકલ ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી, જે સારવાર પછી તેમાં આવેલ પરિવર્તન તસ્વીરમાં નજરે પડી રહેલ છે.
નોંધનીય છે કે, રેસ્ક્યું એન્ડ રિહેબિલિટેસન ઓફ સ્ત્રે એનિમલ દ્વારા આ સફળતાપૂર્વક કરવામાં આવેલ કાર્ય ઉદાહરણરૂપ સરાહનીય છે.
- Jignesh Patel, Anand