આણંદ : કોરોના મહામારીમાં ઓક્સિજનની ખુબજ તંગી હોવાના કારણે કોવીડના દર્દીઓ ને ઓક્સિજન મળી રહે તે આશ્રય થી કરમસદ (તા.આણંદ) શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે અમુલ ડેરી દ્વારા ૪૫ લાખ ના ખર્ચે નવીન ઓક્સિજન પ્લાન્ટના ઉદ્દઘાટન પ્રસંગે સૌ અમુલ ડેરીના ડિરેક્ટરો સાથે હાજરી આપી. આ ઓક્સિજન પ્લાન્ટ ૧ કલાકમાં ૨૦૦૦ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને દરરોજ ૬૨ જેટલા ઓક્સિજન ના બૉટલ ભરાશે દર્દીઑને રાહત મળશે આમ વિશ્વ વિખ્યાત અમુલ ડેરી ના ચેરમેન રામસિંહ પરમાર તથા અમુલ ડેરી ના તમામ ડીરેક્ટરોના માનવતાના કાર્ય માટેના નિર્ણય કરવા માટે જીલ્લાના પ્રજાજનો એ આવકાર્યો અને કપરાકાળમાં મદદ મળી.
આ પ્રસંગે કાન્તીભાઈ સોઢા પરમાર ધારાસભ્ય આણંદ અને ડિરેક્ટર અમુલ આણંદ તથા વાઈસ ચેરમેન ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી.નડિયાદ ઉપસ્થિત રહ્યા હતા.