આણંદ : ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ નાં યુનિટ કમાંડર દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વર્તમાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકા ને ધ્યાન માં રાખીને માસ્ક, સેનીટાઇઝર અને સામાજિક દૂરી જાળવીને નલીની એન્ડ અરવિંદ પટેલ આર્ટ્સ કોલેજનાં કેમ્પસમાં પ્રેકટીકલ અને થિયરી પરીક્ષાનું આયોજન કરાયું.
જેમાં ગ્રુપ કમાંડર બ્રિગેડિયર મનોજ નાયર અને તેમની ઑફિસર ટીમ નાં નેતૃત્વ માં તથા બટાલિયન કમાંડર નાં માર્ગદર્શન અને નિગરાની હેઠળ ૪ ગુજરાત ગર્લ્સ અને બોયઝ બટાલિયન અંતર્ગત વિવિધ કોલેજ નાં લગભગ 3૫૦ ગર્લ્સ/બોયઝ કેડેટ ની તા.૧૫ તથા ૧૬ જૂન તથા ૨૦ જૂન નાં રોજ પ્રેકટીકલ પરીક્ષા માં ભાગ લીધો.
આ ઉપરાંત ૨૭ જૂનનાં રોજ સવારે સી-સર્ટિફિકેટ ની પ્રેકટીકલ અને થિયરી પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા માં કેડેટ ઓ એ આગળ પડીને ભાગ લીધો હતો.