Charotar Sandesh
ઈન્ડિયા

આસામમાં પ્રી-મોન્સૂનના કહેરમાં ૭ લોકોના મોત : ત્યારે અન્ય રાજ્યોમાં કાળઝાળ ગરમી

આસામમાં પ્રી-મોન્સૂન

બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા

ગુવાહાટી : દેશના ઘણા રાજ્યોમાં લોકો કાળઝાળ ગરમીથી હેરાન છે, પરંતુ અસમમાં સ્થિતિ કઈ અલગ છે. આસામમાં પ્રી-મોન્સૂન પૂર અને ભૂસ્ખલનને લઈ કુલ મૃત્યુઆંક ૭ પર પહોંચી ગયો છે. ત્યારે ૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયેલ છે.

આ બાબતે ત્યાંના અધિકારીએ મંગળવારે આ જાણકારી આપેલ છે, વધુમાં જણાવેલ કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણી અસમના કછાર જિલ્લામાં બે લોકોના મોત થયા, આ પહેલા દીમા હસાઓ ૪ અને લખીમપુર ૧ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત થયા હતા.

આસામના કછાર, દીમા હસાઓ, ચરાઈદેવ, હોઝઈ, દરાંગ, ધેમાજી, ડિબ્રૂગઢ, બક્સા, વિશ્વનાથ અને લખીમપુર સામેલ છે

આ બાબતે અધિકારીઓએ જણાવેલ કે, પૂર-ભૂસ્ખલનને કારણે કછાર જિલ્લામાં છ લોકો લાપતા થયેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ જિલ્લાના ૮૧૧ ગામોના ૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયેલ છે, ત્યારે આ પુરગ્રસ્તો ૩૩ હજારથી વધુ લોકોએ રાહત શિબિરમાં આશરો લીધો છે, જ્યારે જિલ્લા તંત્રએ ૨૭ રાહત વિતરણ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે.

Other News : રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાર્દિક પટેલ રહેશે હાજર : કેસરિયો ધારણ કરશે કે શું ?

Related posts

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ૫ મિનિટમાં બે બોમ્બ બ્લાસ્ટથી ખળભળાટ મચ્યો…

Charotar Sandesh

પ્રજાસત્તાક પર્વ લોહીના રંગે રંગવાનો ષડયંત્રનો પર્દાફાશ : સનસનીખેજ ખુલાસો…!

Charotar Sandesh

નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશેઃ સાધ્વી પ્રજ્ઞા

Charotar Sandesh