Charotar Sandesh
ગુજરાત

રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાર્દિક પટેલ રહેશે હાજર : કેસરિયો ધારણ કરશે કે શું ?

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ

ગાંધીનગર : પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને લઈ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલ હતો, ત્યારે આખરે કોંગ્રેસથી નારાજ રહેલ હાર્દિકે આજે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મિડીયા થકી હાઈકમાન્ડ સોનિયા ગાંધીને સંબોધીને રાજીનામું પત્ર લખી જણાવેલ છે.

રાજકોટમાં આટકોટ પાસે કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી આવવાના છે

ત્યારે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે, આગામી ૨૮ મે ના રોજ રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં હાર્દિક પટેલ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો સાથે હાજર રહે તેવી પુરી શક્યતા છે, ત્યારે તે હવે શું કેસરિયો કરશે ? તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

૨૮મે ના રોજ રાજકોટમાં આટકોટ પાસે કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી આવવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ હાજર રહે તેવી પુરી શક્યતા છે, જેને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેમજ બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ હાજર રહેશે કે નહીં ? તેને લઈ પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.

Other News : આખરે હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું : હવે ભાજપમાં જોડાશે કે કેમ ? ચર્ચાનો વિષય

Related posts

અમદાવાદ : ટ્રમ્પની નજર ન પડે એ માટે ઝુંપડપટ્ટી આડે દીવાલ બાંધવામાં આવી…!

Charotar Sandesh

ડિજિટલ ’યુદ્ધ’ : ’મને ખબર નથી’ સામે ’પાકી ખબર છે મને’ નો ટ્રેન્ડ ચાલ્યો…

Charotar Sandesh

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી

Charotar Sandesh