Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

વિદ્યાનગર : કોરોના દર્દીનો મૃતદેહ લવાતા થયેલ ઉગ્ર વિવાદ મામલે પોલીસે ૫૦ શખ્સોની ધરપકડ કરી…

વિદ્યાનગર વિસ્તારમાં આવેલા હરિઓમનગર સ્મશાન ગૃહમાં મંગળવાર મોડી રાત્રે કોરોના પોઝીટીવ દર્દીનો મૃતદેહ અંતિમ ક્રિયા માટે લવાયો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ હતી…

આણંદ : વિદ્યાનગર વિસ્તારમાં આવેલા હરિઓમનગર સ્મશાન ગૃહમાં મંગળવાર મોડી રાત્રે કોરોના પોઝીટીવ દર્દીનો મૃતદેહ અંતિમ ક્રિયા માટે લવાયો હોવાની વાત વાયુ વેગે ફેલાઈ હતી. જેના કારણે લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. અને થોડીવારમાં તો સ્મશાન ગૃહને ટોળાએ ઘેરી લીધું હતું.આ મૃતદેહની અંતિમક્રિયા કરવા સામે ઉગ્ર વિરોધ કરતાં વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ ટોળાએ પથ્થરમારો કરતાં નાસભાગ મચી હતી. પોલીસે કાબુ મેળવવા માટે લાઠી ચાર્જ અને ટીયરગેસના સેલ છોડ્યાં, જો કે પથ્થરમારા વચ્ચે પણ પોલીસે મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

હરિઓમ નગર સ્મશાનગૃહ ખાતે મોડીરાતે પોલીસની વાન સાથે શબવાહીની આવી પહોચી હતી. જેમાંથી પીપીઈ કીટ સાથે મૃતદેહ લવાયો હતો. તેમની સાથે આવેલી ફાયબ્રીગેડની વાનમાંથી સ્માશાનગૃહને સેનેટાઈઝ કરવાની કામગીરી ચાલતી હતી. આ વાતની લોકોને જાણ થતાં ભીડ ભેગી થઈ હતી. એકત્રીત થયેલાટોળામાં અમૂક વ્યક્તિઆેએ બૂમો પાડીને અહીં કોરોના પોઝીટીવ દર્દીની અંતિમ ક્રિયા નહીં કરવાની સૂચના આપી હતી. તેની સાથે આવેલી પોલીસે ટોળાને સમજાવનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં માસ્ક પહેરીને આવેલા લોકોએ જીદ પકડી રાખી હતી. કે અહીં અંતિમક્રિયા નહી કરવા દઈએ આથી પોલીસ અને ટોળામાંના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. થોડીવાર બાદ પોલીસ પર પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં બે પોલીસ કર્મીઓને ઇજા પહોચી હતી. આથી પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે પોલીસે ટોળા પર લાઠી ચાર્જ શરૂ કરતાં નાસભાગ પામી હતી. આમ છતાં પોલીસ અને લોકોની ટોળું આમને સામને આવી ગયું હતું. જેમાં પોલીસે ટીયરગેસના સેલ છોડીને લોકોને ભગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે આ પથ્થરમારાની ઘટનામાં સબવાહીની અને પોલીસના વાહનના કાચ તુટ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે,ટોળાએ મચક નહી આપતાં. પરિસ્થીતી બગડી ગઈ હતી.બાદમાં પોલીસની હાજરીમાં મૃતદેહનો અંતિમસંસ્કાર કરાયો હતો. મોડી રાત સુધી પથ્થરમારો ચાલું રહ્યો હતો.

ઘટનાની જાણ થતા એસપી અજીત રાજયાણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે પથ્થરમારો કરનાર ૫૦ થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે પ્રથમ ફરિયાદ ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર જીતેન્દ્ર ડાભીએ નોંધાવી હતી. જેમાં સ્થાનિક રહેવાસીઓ કિશન, પવન, વિશાલ, નિલેશ અને મુકેશ વિરુદ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૧૮૮, ૩૩૨, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે બીજી ફરિયાદ પીએસઆઈ ટી. આર. ગઢવીએ નોંધાવી છે.

Related posts

ચરોતરમાં હવે NRI લગ્ન સિઝન શરૂ થતાં જ પાર્ટી પ્લોટોમાં ચોરી કરાવતી ગેંગ સક્રિય

Charotar Sandesh

તા. ૬ ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લાના આ ગામો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરશે

Charotar Sandesh

મંદીના માહોલ વચ્ચે મકરસંક્રાતિના અગાઉ બજારમાં ખરીદી નીકળતા વેપારીઓને હાશકારો…

Charotar Sandesh