Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ચરોતરમાં હવે NRI લગ્ન સિઝન શરૂ થતાં જ પાર્ટી પ્લોટોમાં ચોરી કરાવતી ગેંગ સક્રિય

લગ્ન સિઝન

આણંદ સમગ્ર ચરોતરમાં હવે એનઆરઆઈ લગ્ન સિઝનની શરૂઆત થઈ જવા પામી છે એ સાથે જ પાર્ટીપ્લોટોમાં શુટ-બુટ પહેરીને ઘુસી જઈ લગ્નમાં રચ્યાપચ્યા રહેતા લોકોની નજરો ચુકવીને સોના-ચાંદીના દાગીના, રોકડ ભરેલા પર્સની ચોરીઓ કરતી ગેંગ સક્રિય થઈ જવા પામી છે.

તાજેતરમાં જ આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા મેરેજ હોલમાં ૩.૮૨ લાખ ઉપરાંતની મત્તાની ચોરી થવા પામી છે જેને લઈને હવે વિશેષ સાવધાની રાખવાની જરૂરત વર્તાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરમાં આવેલા વિવિધ પાર્ટી પ્લોટોમાં એનઆરઆઈના Marriage લેવાઈ રહ્યા છે. આ લગપ્રસંગમાં નાના બાળકો કે જેઓ ચોરી કરવામાં ખાસ પ્રકારે ટ્રેઈન કરવામાં આવ્યા હોય છે તેમની સાથે શુટ-બુટ પહેરીને ઘુસી જાય છે. વરપક્ષના સભ્યોને એમ કે, કન્યા પક્ષના સભ્યો હશે, જ્યારે કન્યા પક્ષના સભ્યો વરપક્ષના હશે તેમ માનીને કોઈપણ જાતની રોકટોક કરવામાં આવતી નથી. આ ગેંગ દ્વારા મોટાભાગે દંપત્તિના સ્ટેજ કે તેની આસપાસ જ યોગ્ય તકની રાહમાં ફરતુ હોય છે. Marraige Wedding નિમિત્તે એક તરફ Photo સેશન ચાલતુ હોય, ત્યારે ભુલથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ ભરેલી બેગ કે પર્સ પરથી નજર હટે કે, તુરંત જ આ ગેંગનો કિશોર તેની ચોરી કરી લે છે અને કોઈને પણ ખબર ના પડે તેમ બહાર નીકળીને ફરાર થઈ જાય છે.

અગાઉ પોલીસ દ્વારા કેટલાક કિશોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા પરંતુ તેઓ બાળ આરોપી હોય,વધુ માહિતી કઢાવી શક્યા નહોતા. આ કિશોરો પણ એટલા બધા ટ્રેઈન હોય છે, હિન્દી ભાષા જાણતા હોવા છતાં પણ તેમના વિસ્તારની ભાષા બોલીને પોલીસને મુંઝવણમાં મુકી દે છે.

(news source : SG)

Other News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા આણંદના રસ્તાઓ ચકાચક

Related posts

વિદેશમાં વસતા ગુજરાતી શખ્શ પર લૂંટારૂએ ગોળીબાર કરતા મોત નીપજ્યું

Charotar Sandesh

ઉમરેઠ સરકારી દવાખાનાના તબીબ રજાના મૂડમાં દેખાયા, CDHO તેમજ THOના ફોન સ્વીચ ઑફ…

Charotar Sandesh

સોજિત્રામાં રૂા.૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે માળનું આધુનિક નવીન કોર્ટ ભવન ખુલ્લું મુકાયું

Charotar Sandesh