Charotar Sandesh
ગુજરાત

કચરા મુક્ત ‘ફાઇવ સ્ટાર સિટી’માં ગુજરાતના રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ…

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા કચરા મુક્ત શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં કચરા મુક્ત ફાઇવ સ્ટાર શહેરોમાં ગુજરાતના રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જે અન્ય શહેરોનો સમાવેશ કરાયો છે તેમાં ઇંદોર, નવી મુંબઇનો પણ સમાવેશ થાય છે. જોકે દિલ્હીમાં કચરાનું પ્રમાણ હજુ યથાવત હોવાથી તેને ફાઇવ નહીં પણ થ્રી સ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ આ યાદી જાહેર કરી હતી. જેમાં ગાર્બેજ ફ્રી એટલે કચરા મુક્ત શહેરોને વિવિધ રેટિંગ આપવામાં આવ્યા હતા. જે શહેરો સંપૂર્મપણે કચરા મુક્ત હોય તેને ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા છે.
કુલ ૧૪૧ શહેરોનુ રેટિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં માત્ર છ શહેરોને જ ફાઇવ સ્ટાર મળ્યા હતા. જ્યારે ૬૫ શહેરોને થ્રી સ્ટાર આપવામાં આવ્યા હતા. ૭૦ શહેરો એવા છે કે જેને માત્ર એક જ સ્ટાર મળ્યો હતો. જે શહેરોને ફાઇવ સ્ટાર આપવામાં આવ્યા તેમાં રાજકોટ, ઇંદોર, સુરત, કર્ણાટકના મૈસુર, મહારાષ્ટ્રનું નવી મુંબઇ, અવંતીકાપુર અને ઇંદોરનો સમાવેશ થાય છે. ગુજરાતના જ અન્ય એક શહેર અમદાવાદને થ્રી સ્ટાર જ મળ્યા હતા. જ્યારે થ્રી સ્ટાર મેળવનારા અન્ય શહેરોમાં દિલ્હી, હરિયાણાનું કર્નાલ, આંધ્રનું ત્રિપુરા, વિજયવાડા, ચંડીગઢ, ભીલાઇ નગર, ભોપાલ, જમશેદપુરનો સમાવેશ થાય છે.
જ્યારે વન સ્ટાર શહેરોમાં દિલ્હી કેન્ટોન્મેન્ટ, રોહતક, ગ્વાલીયર, મહેશ્વર, ખાંડવા, બંદવારા, ગુજરાતનું વડોદરા, ભાવનગર, વ્યારાનો સમાવેશ થાય છે. એટલે આ યાદીમાં ફાઇવ સ્ટારમાં ગુજરાતના બે શહેરો રાજકોટ અને સુરત, થ્રી સ્ટારમાં અમદાવાદ અને વન સ્ટારમાં ભાવનગર, વડોદરા અને વ્યારાનો સમાવેશ થયો છે. હાઉસિંગ એન્ડ અર્બન અફેર સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું હતું કે ૧૪૩૫ શહેરોએ સ્ટાર રેટિંગ માટે આવેદન આપ્યું હતું. જેમાંથી ૧૪૧ શહેરો રેટિંગમાં સામેલ થઇ શક્યા હતા.

Related posts

નવો કૃષિ કાયદો એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનુ ષડયંત્ર હતુ : ધાનાણી

Charotar Sandesh

યુવાઓ માટે ફાયનાન્સિયલ અને IT સર્વિસિસ ક્ષેત્રે કારકિર્દીની ઉજ્જવળ તક : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh

મોતનો ચાઈનીઝ માંજો : હાઈકોર્ટનું આકરું વલણ, કહ્યું દોરીથી કોઈનું મૃત્યુ નહીં ચલાવી લેવાય

Charotar Sandesh