Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ચીખોદરા ચોકડી પાસેથી ૧૩.૪૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ર ઈસમોની ધરપકડ…

રાત્રી દરમ્યાન આઈસર ટેમ્પામાં ૧૩.૪૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરીને હરિયાણાથી રાજકોટ લઈ જવાતો હતો…

આણંદ : આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ચીખોદરા ચોકડી પાસેથી ૩૦૦ પેટી વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પા સાથે બે શખ્સોને ઝડપી પાડીને કુલ ૨૩.૪૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદ એલસીબીના મહિપાલસિંહ અને અનિરૂદ્ધસિંહને હકિકત મળી હતી કે, એક આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી, ચીખોદરા ચોકડી, અમદાવાદ થઈને રાજકોટ તરફ જનાર છે જેના આધારે એલસીબી પીઆઈ કે. જી. ચૌધરીની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ પી. એ. જાદવ, મહિપાલસિંહ, અનિરૂધ્ધસિંહ, દેવેન્દ્રસિંહ, અજયસિંહ, મયુરધ્વજ વગેરે પોલીસ જવાનો ચીખોદરા ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક આઈસર ટેમ્પો નંબર જીજે-૩૮, ટી-૫૦૬૫નો આવી ચઢતાં પોલીસે શંકાને આધારે બેટરી મારીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ટેમ્પો ભગાડી મુક્યો હતો જેથી પોલીસે પીછો પકડીને ચીખોદરા ચોકડી પર આવેલા મધ્યભાગમાં ટેમ્પાને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા ટેમ્પાની પાછળના ભાગે ડાંગરના ફોતરા ભરેલા થેલાઓ મળી આવ્યા હતા. જેને હટાવીને જોતાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. જે અંગે હેરાફેરી કરવાના લાયસન્સની માંગણી કરતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. પકડાયેલા ડ્રાયવર અને ક્લીનરનાા નામઠામ પુછતાં ગુલાબારામ ભલ્લારામજી બીશ્નોઈ અને ભંવરલાલ બુધારામ બીશ્નોઈ (રે. રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતુ. ટેમ્પાને સામરખા આઉટ પોસ્ટ ખાતે લાવીને ખાલી કરાવી તપાસણી કરતા ડાંગરના ફોતરાના ૧૧૫ થેલાઓ તેમજ વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૩૦૦ પેટીઓ મળી આવી હતી. જેની કિંમત ૧૩,૪૨,૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસને ડ્રાયવર અને ક્લીનર પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. આઈશર, વિદેશી દારૂ, મોબાઈલ ફોન સહિત કુલ ૨૩,૪૫,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બન્ને વિરૂધ્ધ આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ બન્નેની વધુ પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાના ઝાંજર હાઈવે પરથી કમલેશભાઈ ચૌધરીએ ભરાવીને આપ્યો હતો અને રાજકોટ જવા માટે જણાવ્યું હતુ. રાજકોટ પહોંચીને તે કહે ત્યાં ડીલીવરી આપવાની હતી. આ કબુલાતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સ્કૂલમાં બહેનને એડમિશન અપાવવા ભાઈની દાદાગીરી : પ્રિન્સિપાલને ચપ્પુ બતાવ્યું…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદ વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સખી મેળો તથા વંદે ગુજરાત પ્રદર્શનને મળી રહેલ અભૂતપૂર્વ આવકાર-જનસમર્થન

Charotar Sandesh