Charotar Sandesh
ઈન્ડિયા

હોલમાર્ક યુનિક IDના અવ્યવહારુ અમલ સામે જ્વેલર્સની સોમવારે એક દિવસની હડતાળ

જ્વેલર્સ (jawellars) નવા હોલમાર્ક (new hallmark)

મુંબઈ : ગોલ્ડ જ્વેલરીના ફરજિયાત હોલમાર્કિંગની સાથોસાથ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબરના અવ્યવહારુ અમલ સામે દેશભરના જ્વેલર્સ (jawellars) ૨૩ ઓગસ્ટના રોજ એક દિવસની હડતાળ પાડશે. દેશભરના ૩૫૦ સંગઠનો તથા ફેડરેશન્સે આ હડતાળને ટેકો આપ્યો છે એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.

દેશમાં ૧૬ જુનથી ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગ તબક્કાવાર રીતે અમલી બનાવાયું છે

પ્રથમ તબક્કામાં ૨૮ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૫૬ જિલ્લાઓમાં આ નિર્ણય લાગુ કરાયો છે. હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબરનો અમલ અવ્યવહારુ છે. સરકાર આ મુદ્દે સમિતિઓ બનાવીને માત્ર બેઠકો યોજી રહી છે પરંતુ ચોક્કસ નિર્ણય લેતી નથી એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. સરકાર સમય પસાર કરી રહી છે.

જ્વેલર્સ (jawellars) નવા હોલમાર્ક (new hallmark) યુનિક આઈડેન્ટિફિકેશન નંબરનો સ્વીકાર નહીં કરે કારણ કે તેને ગોલ્ડની શુદ્ધતા સાથે સંબંધ નથી. નંબરિગ એ સમય માગી લેતી પદ્ધતિ છે અને હાલની સ્પીડે તથા હોલમાર્કિંગ કેન્દ્રોની સંખ્યાને જોતા જ્વેલર્સ નવા હોલમાર્ક (new hallmark) યુનિક આઈડેન્ટિફિકેશન નંબર માટેની કવાયત પૂરી કરવામાં લાંબો સમય નીકળી શકે છે. હાલની હોલમાર્કિંગ પ્રક્રિયામાં ઢીલને કારણે હજારો ટન્સ સોનુ નિષ્ક્રીય હાલતમાં પડી રહ્યું છે. હોલમાર્ક પ્રશ્ને જ્વેલર્સ (jawellars) સામે ફોજદારી કાર્યવાહી એટલે ઈન્સ્પેકટર રાજને આમંત્રણ આપવા જેવું છે.

ઈન્સ્પેકટર રાજ ફરી આવશે તો જ્વેલર્સે પોતાની વેપારધંધા બંધ કરી દેવાની ફરજ પડશે એમ કાઉન્સિલના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. જ્વેલર્સ નવા હોલમાર્ક (new hallmark) યુનિક આઈડેન્ટિફિકેશન નંબર સાથેના ઘરેણાંની વેચાણ સાંકળમાં દરેકે દરેક પક્ષો એટલે કે ઉત્પાદકોથી લઈને અંતિમ ગ્રાહકની વિગતો પૂરી પાડવાની રહેશે જે શકય ઔનહીં હોવાનો જ્વેલર્સ ઉદ્યોગ દ્વારા દાવો કરાયો છે.

Other News : વેફર નહીં, ધીમું ઝેર ખાઈ રહ્યા છો ! બાલાજી, બિન્ગો સહિત ૮ કંપનીઓમાં નમકનો જોખમી વપરાશ

Related posts

એર ઈન્ડિયા દ્વારા ગુજરાત સહિત દરેક રાજ્યની ગાઈડલાઈન જાહેર કરી

Charotar Sandesh

ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે નવા ત્રણ કૃષિ કાયદાને ડેથ વોરન્ટ ગણાવ્યા…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નવમો હપ્તો જાહેર કર્યો

Charotar Sandesh