Charotar Sandesh
festivals આર્ટિકલ યૂથ ઝોન

આજે “રક્ષાબંધન – બળેવ – રક્ષારૂણી પૂનમ – નાળીયેરી પૂનમ”

રક્ષાબંધન
લોક સંસ્કૃતિમાં પ્રચલિત રક્ષાસૂત્ર ભૂલીને રાખડીની એક નવી પરંપરાએ ઇતિહાસમાં વળાંક લીધો

“अनेन विधीना यस्तु रक्षाबंधं समाचरेत्
स सर्वदोष रहित: सुखी संवत्सरं भवेत्”

(અર્થ -: જે મનુષ્ય વિધી વિધાન પૂર્વક રક્ષાસૂત્ર બાંધે છે, તે સર્વ દોષ થી મુક્ત થય જીવનભર પરમ સુખ ને પામે છે)


પુરાણો પ્રમાણે રક્ષાબંધનની શરૂઆત સૌ પ્રથમ દેવલોક માંથી શરૂ થઇ ભવિષ્ય પુરાણ તેમજ વિષ્ણુ પુરાણ પ્રમાણે બળેવ વા રક્ષારૂણી પૂનમ મૂળમાં રાજાઓ માટેનો તહેવાર હતો પછી થી આ પરંપરા કાળક્રમે લોક સંસ્કૃતિ માં પ્રચલિત થય રક્ષાસૂત્ર ભૂલી ને રાખડી ની એક નવી પરંપરા એ ઇતિહાસ માં વળાંક લીધો રક્ષાબંધન ની અનેક પૂરાણોક્ત કથાઓ અને ઇતિહાસ સંદઁભ માહિતી છે, જે માંહે ની અમુક લોકહ્રદય માં બેસેલી કથાઓ જે આગળ જતા પરંપરા બની ઇતિહાસ ના પાને અંકિત થય છે,

રક્ષાબંધન ને સંબંધિત સૌથી પ્રાચીન અને પહેલી કથા ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે, રાજા બલીએ જ્યારે ૧૦૧ યજ્ઞ કરી લીધા ત્યાર બાદ દેવતાઓનો ડર વધી ગયો, દેવતા ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ રાજા બલી અધિકાર ના પ્રાપ્ત કરી લે, બધા દેવો સ્વર્ગ લોકની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માગવા ગયા, તેના ગુરુની સહેમતી ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધુ, તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલાથી એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધુ, હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બલી ખૂબ જ પરેશાન થઇ ગયા કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાજ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો, આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગ લોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું.

કહેવાય છે કે બલી જ્યારે પાતાલ લોકમાં જતા રહ્યા ત્યાર બાદ તેમને ભગવાનની રાત દિવસ ભક્તિ પૂજા યાચના કરીને ભગવાન પાસેથી હરહંમેશ સાથે રેહવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતુ, અને ભગવાન વિષ્ણુએ તેમના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યુ, આ બાબતને લઈને માતા લક્ષ્મીદેવી પરેશાન થઇ ગયા, અને પરેશાન લક્ષ્મીજી ને નારદજીએ એક ઉપાય બતાવ્યો અને નારદજીના બતાવેલા ઉપાય મૂજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમને સુતર ના શુભ રંગો થી રંગેલુ રક્ષાસૂત્ર બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઇ જવાની માંગણી કરી અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી સૌ પ્રથમ વાર રક્ષાસૂત્ર બનાવી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઇ છે.

રક્ષાબંધન ને સંદઁભ બીજી પ્રચલિત પૌરાણિક કથા ભવિષ્ય પૂરાણ અનુસાર એક વાર બાર વર્ષ સુધી દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ ચાલ્યુ, જે સંગ્રામમાં દેવતાઓની હાર થઇ રહી હતી અને દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સચી પણ ઉપસ્થિત હતા, ઇન્દ્રદેવ ની વ્યથા જાણીને ઈન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પૂર્વક રક્ષાસૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્ય વાચન પૂર્વક બ્રાહ્મણ પાસેથી બંધાવી લેજો ત્યાર બાદ તમે અવશ્ય વિજય પ્રાપ્તિ કરશો, કહેવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહીત દેવો વિજયી થયા હતા, ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી પણ મનાવવાની શરૂઆત થઈ અને તે દિવસ હતો શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તે વખત થી બ્રાહ્મણ પાસેથી પણ રક્ષાસૂત્ર બંધાવવાની પ્રથા ચાલી આવે છે,

આમ પૂરાણોક્ત ગંર્થો થી લયને પ્રાચીન તેમજ મધ્યકાલીન સમય માં પણ રક્ષાબંધન ના રક્ષાસૂત્ર ને લગતા ઇતિહાસ માંહે ના મહાભારત માં માતા કુંતાદેવી દ્વારા વિર અભિમન્યુ ને, ભગવાન શ્રીકૃષ્ણ ને સતી દ્રૌપદી દ્વારા અને મહારાણી કર્ણાવતી દ્વારા હુમાયુ ને તેમજ સિકંદર ની પત્ની તેના પતિના શત્રુ પુરૂવાસ ને રક્ષાસૂત્ર બાંધવાની કથા જગખ્યાત છે,

પૂરાણોક્ત, પ્રાચીન કાળ થી લય મધ્યકાલીન સુધી ની રક્ષાબંધન ને લગતી કથા અને ઇતિહાસ જોયા બાદ હવે આપણે ઝાલા રાજવંશ માં શ્રીશક્તિ સૂત્રોના ત્રિરંગે રંગાયેલા રક્ષારૂણાનું બંધન મહાભગિની ઉમાદે ના રક્ષાકવચ શક્તિસૂત્ર ના ઇતિહાસ પર આવી તો માતા શક્તિદેવી એ ધર્મ ના માનેલા જવતલિયા ભાઇ બાબરાસૂર ને શક્તિસૂત્ર રક્ષાકવચ બાંધેલુ અને બાપા હરપાલદેવે પોતાના ધર્મ ના માનેલા બહેન એવા પાટણપતી ગુર્જરેશ્વર મહારાજા કર્ણદેવ આધ્ય ના પત્ની ફુલાદે વા રાધાદે ને ઝાલાવાડ ના ભાલ ના ૫૦૦ ગામ કાપડા માં રક્ષારૂણાનું બંધન ના કારણે દિધા હતા,

મૂળ પરંપરા ની વાત વિ.સ ૧૧૬૧ ચૈત્ર વદ ૧૩ જેને ઝાલા રાજવંશ ના વહિવંચા બારોટજી વહી તેમજ શ્રીરાજ ધામ ધ્રાંગધરા ના રેકડ પ્રમાણે સદાખેદાત્મક દિન વા ઢોકળીયા તેરસ કીધી છે, આજ દિવસે ઝાલા ના જનેતા અને ઝાલાવાડીયૌ ના કુળદેવી એવા માતા શક્તિદેવી પોતાના કુુંવરીબા રક્ષારૂણાનું બંધન મહાભગિની ઉમાદે ને ખોળે બેસાડી ધાંધલપૂર ની ધરતી માં અંતરધ્યાન થયા ત્યારથી આ જગા “ધામા” નામે જગખ્યાત થય, આ અતિત અને સંસ્કૃતિ ને ઉજાગર રાખવા પ્રતાપી પૂર્વજો એ બારોટજી ના ચોપડે ચૈત્ર વદ ૧૩ ની તીથી ને પાળવાની તેમજ બહેન ઉમાદે ની યાદ માં કારતક સુદ બીજના દિવસે એટલે કે ભાઈબીજ ના દિવસે તેમજ શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન વા રક્ષારૂણી પૂનમ ના દિવસે રક્ષારૂણાનું બંધન મહાભગિની ઉમાદે ને યાદ કરી “શક્તિસૂત્ર ના રંગે રંગાયેલું રક્ષાકવચ” ધારણ કરવાનું વિધાન છે,

જગત માં જનની પછી જો કોઇ નિ:સ્વાથઁ પ્રેમ નું પ્રતિક હોય તો તે ભાઇ ની બહેન ભગિની છે, રક્ષારૂણાનું બંધન મહાભગિની ઉમાદે નું શ્રધ્ધા અને વિશ્વાસ થી “શ્રી શક્તિ યુક્ત રક્ષાકવચ” બાંધવાથી આયુષ્ય માં અભિવૃદ્ધિ થય ધન ધાન્ય તેમજ સંપત્તિ માં વૃધ્ધિ થઇ દુ:ખ દરિદ્રતા તેમજ સર્વરોગ નો નાશ થાય છે, ભૂત, પ્રેત પિશાચ તથા અશુભ પડછાયા થી રક્ષણ થાય છે, તેમજ શત્રુઓ દ્વારા રચાયેલા હરએક ષડયંત્ર નો આ રક્ષાકવચ દ્વારા સર્વનાશ થાય છે, તેમજ વર્ષ દરમ્યાન ધારેલી હરએક મનોકામના પૂર્ણ થાય છે, આ વાત નું સમર્થન “ભવિષ્ય પૂરાણ” માં પણ છે,

સનાતન સંસ્કૃતિ દ્વારા બનાવેલા રક્ષાસૂત્ર ની લહેરો થી ધાર્મિક અને વૈજ્ઞાનિક ની રીતે ફાયદો થાય છે, કારણ કે ખોટા દેખાવો કરતી શરીર ને ધાર્મિક કે વૈજ્ઞાનિક રીતે કોય પણ પ્રકારનો લાભ ન આપતી મોંધી છતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાંઇ લાભ ન આપતી તેમજ ધર્મ ના નિયમ ને ધ્યાને રાખીને ન બનાવેલી “રાખડી” બાંધવા કરતા સનાતન ધર્મ ની સંસ્કૃતિ પ્રમાણે “રક્ષાસૂત્ર” બાંધવું અનેક ગણું લાભદાયી છે – અસ્તુ – જય સૌરાષ્ટ્ર – જય ઝાલાવાડ

  • “શ્રી શક્તિસૂત્ર ના રંગે રંગાયેલું રક્ષાકવચ બનાવવાની રીત”

    ઉન ના લાલ દોરા ૩ નંગ, લિલા દોરા ૩ નંગ અને પિળા દોરા ૩ નંગ કુલ ૯ નંગ દોરા ને પોતાના પરિવાર ના સભ્યો નાં કાંડા ના માપે સ્ત્રી ના ચોટલા ની ગૂંથણી પ્રમાણે ગૂંથી ને રક્ષાબંધન ના દિવસે ઘરમંદિર માં રક્ષારૂણાનું બંધન મહાભગિની ઉમાદે ના નામ નો દિવો કરી, પોતાના બહેન અથવા ધર્મ ના માનેલા બહેન અથવા બ્રાહ્મણ કે માતાજી ના મંદિર ના પૂજારી ના હાથે ધારણ કરવી (લાલ, લિલા, પિળા દોરા ને ૧/૩ એકી સંખ્યા મા વણવા)

(નોંધ -: પહેલા ના સમય લોકો ધર્મ ને લગતા નિયમો નું કાળજી પૂર્વક પાળતા તેથી તે કાળ માં સનાતન ધર્મ ની સંસ્કૃતિ પ્રમાણે ઉન ના બદલે કપાસ ના રૂ થી બનેલા કાચા સૂતરના તાતણા નું રક્ષાસૂત્ર બનાવતા, પણ વર્તમાન સમય, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે ધર્મ ને લગતા નિયમો નું કાળજી પૂર્વક પાલન થવું અશક્ય છે જેથી સૂતર ના કાચા દોરા ને બદલે ઉન ના દોરા નો ઉપયોગ અર્વાચીન સમય માં અમલ માં મુક્યો છે)

રક્ષાસૂત્ર વા રાખડી બાંધતી વખતે બોલવાનો મંત્ર
—————————————-
येन बध्द्रो बलिराजा दानविन्द्रो महाबल: !
तेनत्वं मपि बध्नामि रक्षे माचल माचल: !!

जनेन विधीना यस्तु रक्षाबंधनमाचरेत!
स सर्वदोष रहित सुखी संवतसरे भवत् !!

ओम यदाबध्नन्दाक्षायणा हिरण्यं
शतानीकाय सुमनस्यमाना: !
तन्मर-आबध्नामि शतशारदाय
आयुष्मांजरदष्टिर्यथासम !!

સંદઁભ -: (૧) રક્ષાબંધન નો પૌરાણિક ઈતિહાસ (૨) જૈન ક્રાંતિ (૩) ભવિષ્ય પુરાણ (૪) વિષ્ણુ પુરાણ (૫) આપણો તહેવાર આપણું મહત્વ (૬) તહેવાર ધાર્મિક ઉત્સવો અને વ્રતો (૭) ઝાલા રાજવંશ ના વહિવંચા ની પર્વણપોથી (૮) અબતક મિડીયા (૯) શુદ્ધ ગુજરાતી કાર્તિક હરીલાલ

સંપાદિત લેખન -: રાણાશ્રી કિશોરસિંહ ઝાલા ઓફ કંથારીયા (ઇતિહાસ સંશોધન સંપાદક શ્રીરાજ ધામ ધ્રાંગધરા તથા ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરીટેબલ ટ્રસ્ટ)

પ્રચાર પ્રસાર -: શ્રીરાજ આજ્ઞાથી કર્તા ઇષ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરીટેબલ ટ્રસ્ટ તથા તલવાર બાજી ટીમ શકત શનાળા

  • શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ – સુરેન્દ્રનગર

You May Also Like : Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી

Related posts

રંગપર્વ-હોળી : ભારતીય પ્રતિમા એટલે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સંકલ્પનાઓનો રંગીન સમન્વય

Charotar Sandesh

જાણો… એક સમયે આફ્રિકાના ખૂંખાર ડોન બનેલા સુભાષ પટેલને પ્રમુખ સ્વામીએ બનાવેલા સંસ્કારી : ગઈકાલે થયું નિધન…

Charotar Sandesh

આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે, તો કદાચ કોઈ હલ મળી જાય…

Charotar Sandesh