Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

RRSA Foundation દ્વારા મૂંગા જીવો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

RRSA Foundation રક્ષાબંધન

આણંદ : RRSA Foundation રખડતા મૂંગા જીવોની મફત માં સારવાર અને સેવા કરતી સંસ્થા છે,આ અંતર્ગત જોળ ગામ ખાતે આવેલી તેઓની હોસ્પિટલ ખાતે ઘણા અબોલ જીવો સારવાર લઈ રહેલ છે.

ઘણા જીવો એવા છે કે સારવાર પછી પોતાની મૂળ જગ્યા પર જઈ શકે એમ નથી,આવા અપંગ જીવોને સંસ્થાએ પોતાના શેલ્ટર પર કાયમી આશરો આપેલ છે.

આજ રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોઈ શેલ્ટર ખાતે રહેલ તમામ જીવોને રાખડી બાંધવામાં આવેલ હતી

આ સંજોગમાં સંસ્થાના ડો.ભાવેશભાઈ એ જણાવેલ હતું કે પોતાના પ્રિય લોકોની સલામતી અને રક્ષા માટે આપડે રક્ષાબંધનની ઉજવણી કરતા હોઈએ છીએ, શેલ્ટર પર રહેલા તમામ જીવો અમારા પ્રિય છે અને તેઓની સલામતી અને રક્ષા એ અમારું કર્તવ્ય છે,આ મેસેજ સાથે સંસ્થા માં રહી રહેલ કૂતરા, ભૂંડ, કબૂતર, મરઘાં, બકરા, બિલાડી જેવા જીવોને રાખડી બાંધવામાં આવેલ હતી.

આ પ્રસંગે સંસ્થામાં સ્વયંસેવકો અને સ્ટાફની ઉપસ્થિતિ રહેલ હતી જેઓએ ધાર્મિક વિધિ સાથે તિકલ ચાંદલો કરીને રાખડી બાંધીને મુંગજીવોનું મો મીઠું કરાવેલ હતું.

  • Jignesh Patel

Other News : ગ્રામ્ય વિસ્તાર વાસદમાં આવેલ માતૃકૃપા હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા એક મોટી ગાંઠનું સફળ ઓપરેશન

Related posts

આણંદ સહિત જિલ્લામાં પુનઃ કોરોના વિસ્ફોટ : આજે વધુ ૧પ કેસો નોંધાયા…

Charotar Sandesh

નડિયાદમાં બનેલ ઘટનાનો વિડીયો વાયરલ : એક શખ્સે બેન્ક કર્મચારીને ઝીંક્યા લાફા, જુઓ કારણ

Charotar Sandesh

આણંદ-વિદ્યાનગર વિસ્તારમાં ધાડ-લુંટના ગુના આચરનાર બનીયાનધારી ગેંગનો એક ઇસમને ઝડપાયો…

Charotar Sandesh