Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ સહિત જિલ્લામાં પુનઃ કોરોના વિસ્ફોટ : આજે વધુ ૧પ કેસો નોંધાયા…

આણંદ-વિદ્યાનગર સહિત પેટલાદ, બોરસદ, ઉમરેઠ, ખંભાતમાં કેસો નોધાયા : કુલ આંક ૭૭૦ એ પહોંચ્યો…

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી પ્રસરી રહ્યાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. આજે વધુ ૧૫ પોઝિટિવ દર્દી નોંધાતા જિલ્લામાં કુલ પોઝિટિવનો આંકડો ૭૭૦ પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વધુ ૧૫ કેસોમાં (૧) શિતલબેન કમલેશભાઈ નંદા, ઉ.વ. ૩૪, રહે. ઈસ્કોન ટેમ્પલ, વિદ્યાનગર (ર) હસમુખભાઈ પુનમભાઈ પટેલ, ઉ.વ. ૬૭, વિરોગ, ગુજરાતી પ્રા.શાળા, પેટલાદ (૩) સંજયકુમાર વાડીલાલ પટેલ, ઉ.વ. ૪૮, સરદાર નગર, કરમસદ, (૪) હીનાબેન વી. વધેર, ઉ.વ. ૨૭, વચલુ ફળીયું, કાવીઠા બોરસદ, (પ) અજયભાઈ રમેશભાઈ ઠાકોર, ઉ.વ. ૨૫, રહે. ઠાકોર વાસ, સીમરડા, પેટલાદ (૬) ક્રુનાલ પટેલ, ઉ.વ. ૩પ, રહે. મોટી ખડકી, અડાસ (૭) મનીશકુમાર શાહ, ઉ.વ. ૩૯, ખ્રીસ્ટી ફળીયું, ઉમરેઠ (૮) રશ્મીકાબેન પ્રજાપતિ, ઉ.વ. ૪૦, પ્રજાપતિ વાસ વિરસદ-બોરસદ (૯) પટેલ નીકીતા હીરેનકુમાર, ઉ.વ. ૩૧, રહે. કલ્યાણ સોસાયટી, વિદ્યાનગર (૧૦) જીતેન કે. પ્રજાપતિ, ઉ.વ. ૨૬, બિલેશ્વર પાર્ક, આણંદ, (૧૧) હીરલકુમાર જે. પ્રજાપતિ, ઉ.વ. ૩૪, રહે. શ્રીજી સોસા., આણંદ (૧ર) વ્હોરા સત્તારભાઈ હસન, ઉ.વ. ૪૫, સલમાન પાર્ક, ખંભાત (૧૩) આસીફ ઈશાક સેલીયા, ઉ.વ. ૪૦, રહે. વાહીદ સોસા., આણંદ (૧૪) સૈયદ અલારખા ફકુરદ્દીન, ઉ.વ. ૫૨, રહે. બોરસદ, પાકીઝા સોસા. (૧પ) રેખાબેન અરવીંદભાઈ ગોહેલ, ઉ.વ. ૩૭, રહે. બરાજહ વગો, કાસોર નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થ ખસેડવામાં આવેલ છે.

આરોગ્ય તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવા સહિત પરિવારજનો, સંપર્કમાં આવનારાઓના મેડીકલ સર્વ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આણંદ જિલ્લામાં હવે કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા વિસ્તારવાઇઝ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જયારે તેમના પરિવારજનો, સંપર્કમાં આવેલ લોકોનું પણ મેડિકલ ચેકીંગ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

Related posts

ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

Charotar Sandesh

પાંચ દિવસનાં મીની વેકેશન બાદ બજારોમાં વેપાર-ધંધા શરૂ…

Charotar Sandesh

જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

Charotar Sandesh