અમદાવાદ : આજે ગાંધી જયંતી નિમિતે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સિબ્બલે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધી જયંતિ નીમિતે ગાંધીજીની પ્રતિમાના પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા તેમજ ગાંધી આશ્રમમાં બાળકોને મળ્યા હતા.
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની નિમણૂંકને લઇ નિવેદન આપ્યું
તેઓએ કહ્યું કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા નક્કી કરવાનું કામ હાઇકમાન્ડનું છે અને દિલ્હીથી તે નક્કી થશે સાથે જ શંકરસિંહ વાઘેલાને લઇને પણ તેઓએ કહ્યું કે શંકરસિંહ વાઘેલા અંગેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે અમે તો વર્કર છીએ.
કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે હાલ વિપક્ષ મજબૂત નથી, વિપક્ષ મજબૂત હોવું જરૂરી છે માટે તમામે સાથે આવવું પડશે, મહત્વનું છે કે અમદાવાદની મુલાકાતે આવેલા કપિલ સિબ્બલે દેશ અને રાજ્યમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ઈંધણમાં વધતા ભાવને લઇ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ડીઝલમાં ૨ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને પેટ્રોલમાં ૯૦ હજાર કરોડ કમાયા છે.
કપિલ સિબ્બલે કોંગ્રેસ તૂટવા મુદ્દે પણ કહ્યું કે કોંગ્રેસ તૂટે છે તેમાં મારું કોઈ યોગદાન નથી, ક્યાં કારણથી તૂટે છે કોંગ્રેસ, ક્યાં કારણથી લોકો કોંગ્રેસ છોડે છે તે સવાલ અન્યને પૂછો, હું કોંગ્રેસનો સિનિયર છું કોંગ્રેસમાં જે નિર્ણય થાય છે તેની જાણકારી મને નથી હોતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઘણા પ્રશ્નો અમારી સામે છે, દેશ સામે સૌથી મોટો સવાલ પેગાસસ છે. ભાજપના મંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું કે દેશમાં પેગસસથી જાસૂસી થાય છે. અંતે સિબ્બલે દેશ અને રાજ્યમાં કોંગ્રેસ અને વિપક્ષે મજબૂત થવાની જરૂર છે તેવું જણાવ્યું હતું.
Other News : ૬ ઓક્ટોબરથી ચોમાસુ વિધિવત્ રીતે વિદાય લેશે : હવામાન વિભાગ