Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

લો બોલો, આ વર્ષે કંગના અને આર્યન નામના ગધેડાની જોડી ૩૪ હજારમાં વેચાઈ

ઉજ્જૈન

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કારણે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવ્યો

ઉજ્જૈન : ઉજ્જૈનમાં શિપ્રા નદીના કારણે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવ્યો છે. આ મેળામાં કેટલાક ગધેડાઓની લે-વેચ પણ કરવામાં આવે છે પરંતુ દાયકાઓથી આ મેળો ગધેડાઓના કારણે જ પ્રસિદ્ધ છે. કંગના અને આર્યન નામના ગધેડાઓની જોડી આ વર્ષે સૌના ધ્યાનનુ કેન્દ્ર રહી હતી અને એક વેપારીએ તેને ૩૪ હજારમાં ખરીદ્યા હતા.

બીજી તરફ એક ગધેડાનુ નામ વેક્સિન રાખવામાં આવ્યુ હતુ. ઘણા લોકો કોવિડ વેક્સિનથી ડરી વેક્સિન ન લઈ રહ્યા હોવાના કારણે અને લોકોને વેક્સિન લેવા જાગૃત કરવા માટે આ ગધેડાનુ નામ વેક્સિન રાખવામાં આવ્યુ હતુ. મેળાના સંચાલક અધિકારી હરિઓમ પ્રજાપતિનુ કહેવુ છે કે ટ્રેન્ડમાં રહેતા સમાચારો અને વ્યક્તિઓના આધારે ગધેડાઓના નામ રાખવામાં આવે છે જેથી જલદીથી તેમની ઓળખ થઈ શકે અને તેમનો સોદો પણ કરી શકાય તેમજ ખરીદવા આવનારા લોકોનુ ધ્યાન પણ જલદીથી ખેંચાય છે.

આ વર્ષે કેસ ઓછા હોવાથી આયોજન કરવામાં આવ્યુ છે.મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો પ્રસિદ્ધ છે. જેમાં આ વર્ષે યોજાયેલા મેળામાં કંગના અને આર્યન નામના ગધેડાની જોડી ચર્ચાનુ કેન્દ્ર રહી હતી અને આ જોડી ૩૪ હજારમાં વેચાઈ હતી. બંને ગધેડાઓનો ઉપયોગ ઈંટોની હેરફેર માટે થશે. આ ઉપરાંત વેક્સિન નામનો એક ગધેડો ૧૪ હજારમાં વેંચાયો હતો. આ મેળામાં વિચિત્ર નામના અને વિવિધ નસલના ગધેડાઓની લે-વેચ થયા છે.

Other News : Alert : ફ્રિ ગિફ્ટના નામે કોઈ લિંક ન ખોલો : સ્ટેટ બેંક દ્વારા તમામ ખાતેદારોને એલર્ટ કરાયા, જુઓ વિગત

Related posts

વિદ્યા બાલને ‘શકુંતલા દેવી’ના ગેટઅપમાં આવવા ૬૫ વાર કપડાં બદલ્યાં હતાંઃ નિહારિકા ખાન

Charotar Sandesh

કોરોના કારણે વિશ્વ હવે ચીનનો વિકલ્પ શોધી રહ્યું છે, ભારત પાસે શ્રેષ્ઠ તક : ગડકરી

Charotar Sandesh

૧૫ સપ્ટે.ની ડેડલાઇન પૂર્ણ છતાં ઇન્ફોસિસે આઇટીની વેબસાઇટની ખામીઓ યથાવત

Charotar Sandesh