Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

બોરસદમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી : પોલીસે પતિ સહિત સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો

સાસરિયાના ત્રાસ

પરિણીતાની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા પતિએ બાથરૂમમાં પડી જવાની વાર્તા મૃતકના ભાઇ આગળ કરી

આણંદ : શહેરના બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહેતા અને ઠક્કર ખમણ હાઉસથી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત એવા અમિત ઠક્કરના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ ૩૫) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. ફક્ત રસોઇ બનાવતા આવડતી ન હોવાના મ્હેંણા ટોણાથી અપમાનિત કરી છેલ્લા દસ વર્ષથી ત્રાસ ભોગવતી પરિણીતાની પતિએ જ ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી.

આ અંગે પોલીસે સાત સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, સાસરિયાના ત્રાસથી કંટાળી રોશાબહેન પિયર આવી જતાં હતાં, પરંતુ તેને સમજાવી પરત સાસરિમાં મોકલી આપતાં હતાં. દરમિયાનમાં ૧૮મી જાન્યુઆરી, ૨૨ના રોજ સવારના દસેક વાગે ધવલભાઈને જાણ કરી કે, તમારી બહેન રોશાબહેન ઉર્ફે નિશાબહેન સવારના બાથરૂમમાં ન્હાવા માટે ગયા તે સમયે પડી જતા માથામાં વાગ્યું છે અને ગંભીર છે. જેથી વહેલા આવી જાવા જણાવ્યું હતું. બહેનની ચિંતામાં ધવલભાઈ સુરતથી તુરંત બોરસદ આવવા નિકળ્યાં હતાં. જોકે, તેઓને રોશાબહેનના મોતને લઇ શંકા ઉઠતાં તુરંત આણંદ કંટ્રોલમાં જાણ કરી હતી.

બોરસદના પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે નામના ધરાવતા ખમણના વેપારી એવા ઠક્કર પરિવારની પુત્રવધુના શંકાસ્પદ મોતના આખરે પોલીસે ત્રણ દિવસ બાદ પતિ સહિત સાત સાસરિયા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ અંગે ધવલભાઈની ફરિયાદ આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે પતિ અમિત પ્રવિણ ઠક્કર, સસરા પ્રવિણ મગનલાલ ઠક્કર, ગીતાબહેન ઠક્કર, વિજય મગન ઠક્કર, ચંદનબહેન વિજય ઠક્કર, મનોજ વિજય ઠક્કર, ભક્તિ ઉર્ફે પુંજાબહેન મનોજ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Other News : આણંદ જિલ્લામાં આજે પણ કોરોનાનો વિસ્ફોટ : નવા ૫૬૫ કેસો નોંધાયા, જાણો જિલ્લામાં કેટલા એક્ટિવ કેસો

Related posts

આણંદ જિલ્લામાં દશામાના વ્રત-ઉત્સવને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું…

Charotar Sandesh

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

Charotar Sandesh

કોરોના વિસ્ફોટ : આણંદ શહેર સહિત વલાસણ-સોજીત્રા-ખાનપુરમાં નવા ૮ કેસો પોઝીટીવ…

Charotar Sandesh