Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે પણ કોરોનાનો વિસ્ફોટ : નવા ૫૬૫ કેસો નોંધાયા, જાણો જિલ્લામાં કેટલા એક્ટિવ કેસો

કોરોનાનું સંક્રમણ

આજે ૮૪૧૫ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું,૧૮૯૬ દર્દી હોમઆઈસોલેટ છે

આણંદ : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે, ત્યારે સરકારી અનુશાસન અને કોરોના ગાઈડલાઈનને અતિક્રમી થતા લગ્ન સમારંભો, ડાયરા, સામાજિક, રાજકીય કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. આજ નવા ૫૬૫ કેસ નોંધાતા સરકારી તંત્રની ચિંતા પણ વધી છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૧૯૪૫ થયા છે

આજે ૨૨૬૪ લોકોના ટેસ્ટિંગ કરાયું જેમાં આજે નવા ૫૬૫ કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી ૧૯૪૫ દર્દીનો અજગર ભરડો લઈ બેઠો છે. હાલ ૨૫ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે ૨૪ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ ૧૮૯૬ સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.

આજે ૬૬ દર્દીઓ સાજા થયેલ છે.૭દર્દી ઓક્સિજન ઉપર અને ૨ દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૫૦ નોંધાયો છે.

Other News : કાસોરમાં ઉપસરપંચના વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોરોના નિયમોના ધજાગરા : પોલીસે ગુનો નોંધ્યો

Related posts

૨૦૦૯નું બોગસ શિક્ષક ભરતી કૌભાંડ : ખેડામાં ૧૦ વર્ષથી ન્યાય માટે ભટકે છે અરજદાર…

Charotar Sandesh

આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવી સસ્પેન્ડ મામલામાં એટીએસની એન્ટ્રી : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર સામે તપાસ

Charotar Sandesh

આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા…

Charotar Sandesh