Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી આણંદના બે વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ પરત આવ્યાં

આણંદના વિદ્યાર્થી

આણંદ : યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ગુજરાતના ૧૦૦ વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતાં. મેડિકલના અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઇ પડયા છે. કેટલાંય વિદ્યાર્થીઓ ૨૦-૩૦ કિમી સુધી ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા છે. ઘણાં મેટ્રોરેલ સ્ટેશન અને પેટ્રોલ પંપ પર આશરો લીધો છે.ઘણાં બંકરોમાં પુરાયા છે.

જેમાં પ્રથમ તબક્કામાં બે વિદ્યાર્થી આણંદ ઘરે પહોંચતાં પરિવારજનોમાં આનંદની લાગણી છે

સાંસદ મિતેશભાઈ પટેલ પણ આંગીના ઘરે પહોંચ્યાં હતાં અને સરદાર પટેલની પ્રતિકૃતિ ભેટ આપી શુભેચ્છા વ્યક્ત કરી હતી

અનેક ભારતિય નાગરિકો ફસાઇ ગયાં છે. તેમને હેમખેમ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં એક ફ્લાઇટ સોમવારના રોજ મુંબઇ ઉતરી હતી. જેમાં આણંદની આંગી શાહનો પણ સમાવેશ થાય છે. તેને હેમખેમ જોતા પરિવારમાં આનંદની લાગણી જન્મી હતી.

સાંસદ મિતેશભાઈ પટેલ પણ આંગીના ઘરે પહોંચ્યાં હતાં અને સરદાર પટેલની પ્રતિકૃતિ ભેટ આપી શુભેચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં નિલ નાયકના ઘરે પહોંચીને પણ પરિવારજનો સાથે વાતચીત કરી અભિનંદન પાઠવ્યાં હતાં.

વિદ્યાર્થી નિલ નાયકે જણાવ્યું હતું કે, મારા માતા-પિતાએ સાંસદને રજૂઆત કરી હતી. તેમને મદદ કરતાં હું હેમખેમ પરત આવ્યું છે. મિશન ગંગા હેઠળ મારા અનેક મિત્રો પરત ઘરે આવી રહ્યા છે. આથી, હું વડાપ્રધાન અને સાંસદનો ખુબખુબ આભારી છું.

Other News : યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી અત્યાર સુધી ગુજરાતના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા

Related posts

આણંદ ખાતે નવ જિલ્લાના ખેડૂતો માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપ યોજાયો…

Charotar Sandesh

વડતાલ જ્ઞાનબાગથી માણકી ઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો

Charotar Sandesh

સાંસદ મિતેશ પટેલે આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનનો પ્રશ્ન સંસદમાં રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો, જુઓ

Charotar Sandesh