Charotar Sandesh
વર્લ્ડ

પાકિસ્તાનમાં હિન્દુ છોકરી પૂજા ઓડેને જાહેરમાં માથામાં ગોળી મારી હત્યા કરાઈ

પાકિસ્તાનમાં હિન્દુ છોકરી

પૂજાએ હિન્દુ છોકરીના અપહરણનો વિરોધ કર્યો હતો

પાકિસ્તાન : પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુક્કુરના રોહીમાં પૂજા ઓડ નામની હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરવામાં આવી. પૂજા ઓડે જ્યારે અપહરણનો વિરોધ કર્યો તો અપહરણકારોએ બધાની સામે જ તેને જાહેરમાં ગોળી મારી દીધી. પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના કોઈ નવી ઘટના નથી.

પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓ પર જુલ્મનો સિલસિલો સતત ચાલુ છે

સુક્કુર જિલ્લાના એસપીએ જણાવ્યું કે પૂજાની હત્યાના મુખ્ય આરોપી વાહિદ બખ્શ લશારીની ધરપકડ કરી લેવાઈ છે. લશારી પાસેથી હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે. એસપીએ જણાવ્યું કે આરોપી વાહિદ પૂજા સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ કરવા માંગતો હતો. પ્રત્યેક વર્ષ અલ્પસંખ્યક સમુદાયોની મહિલાઓનું ખાસ કરીને સિંધમાં અપહરણ કરવામાં આવે છે અને ધાર્મિક ચરમપંથીઓ તેમનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવે છે. પાકિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો લાંબા સમયથી જબરદસ્તીથી વિવાહ અને ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે.

પાકિસ્તાની પત્રકાર નાઈલા ઈનાયતે પૂજા કુમારી અને તેના હત્યારાની તસવીર ટિ્‌વટર પર શેર કરતા લખ્યું છે કે પાકિસ્તાન નામની આ પાક જમીન પર દરરોજ હિન્દુ અને ખ્રિસ્તિ દીકરીઓનું અપહરણ કરાય છે, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના લગ્ન કરાવી દેવાય છે અને પાકિસ્તાન આ બધુ તમાશાબીન બનીને જોયા કરે છે. સિંધના સુક્કુરમાં અપહરણ અને ધર્માંતરણનો વિરોધ કરનારી ૧૮ વર્ષની પૂજા કુમારી ગોડની વાહિદ લશારીએ ગોળી મારીની હત્યા કરી નાખી.

પાકિસ્તાનમાં પીપલ્સ કમીશન ફોર માઈનોરિટી રાઈટના જણાવ્યાં મુજબ ૨૦૧૩થી ૨૦૧૯ વચ્ચે આવી ૧૫૬ ઘટનાઓ ઘટી છે જેમાં હિન્દુ છોકરીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. ૨૦૧૯માં સિંધ પ્રાંતમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો લાવવાની કોશિશ કરાઈ હતી પરંતુ કટ્ટરપંથીઓના ભારે દબાણ સામે આ બિલને પાછું ખેંચવું પડ્યું. આ જ વર્ષે બે હિન્દુ છોકરીઓ રીના અને રવીના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી જ્યારે તેમના પરિવારે અપહરણની ફરિયાદ કરી હતી.

Other News : યુક્રેને રશિયાના ટોચના નૌકાદળના અધિકારીને ઠાર માર્યો : વધુ એક મોટો ઝટકો

Related posts

બોલો….ડબલ્યુએચઓએ પાકિસ્તાન સરકારની કોરોના કામગીરીની વખાણ કર્યા…

Charotar Sandesh

બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં પ્રથમ રાઉન્ડમાં ભારતીય મૂળના ઋષિ સુનક ટોપ પર

Charotar Sandesh

એટલાન્ટામાં સ્પા સેન્ટરમાં ગોળીબારઃ એશિયન મૂળની ચાર મહિલા સહિત ૮નાં મોત…

Charotar Sandesh