Charotar Sandesh
ઈન્ડિયા

૨૨ માર્ચે જનતા કર્ફ્યુના બે વર્ષ પૂર્ણ થયા : લોકોએ જૂના ફોટા શેર કર્યા

જનતા કર્ફ્યુ

૨૨ માર્ચ ૨૦૨૦નો દિવસ દરેક ભારતીયને યાદ હશે

નવીદિલ્હી : કોરોનાકાળના ૨૨ માર્ચ ૨૦૨૦નો દિવસ દરેક ભારતીયને સારી રીતે યાદ હશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા આ દિવસે કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી ‘જનતા કર્ફ્‌યુ’ની જાહેરાત કરી હતી. તેમની એક અપીલ પર લોકોએ પોતાને તેમના ઘરોમાં કેદ કરી લીધા. આ પછી સાંજે તબીબી સ્ટાફ અને કોરોના જેવી અદ્રશ્ય શક્તિ સામે લડતા ફ્રન્ટલાઈન યોદ્ધાઓના સન્માનમાં પાંચ મિનિટ સુધી થાળી વગાડવામાં આવી હતી. આજે ‘જનતા કર્ફ્‌યુ’ના બે વર્ષ પૂર્ણ થયા છે.

કોરોનાના ભય વચ્ચે આ કર્ફ્‌યુની ઘણી રમુજી યાદો લોકોના મનમાં હજુ પણ તાજી છે

તમારી પાસે કેટલીક યાદો પણ હશે, જે તમે ક્યારેય ભૂલી નહીં શર્કો જનતા કર્ફ્‌યુ પછી લોકડાઉનથી લઈને અનલોક સુધી દેશના દરેક નાગરિકે આ મુશ્કેલ જીવનની કસોટી સફળતાપૂર્વક પાસ કરી છે. વસ્તુઓ સામાન્ય થવા લાગી છે.

શાળાઓ, કોલેજો પહેલાની જેમ ખુલવા લાગી છે. દરમિયાન, માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટિ્‌વટર પર, લોકો સતત તેની સાથે જોડાયેલી જૂની યાદોને JanataCurfew હેશટેગ સાથે શેયર કરી રહ્યા છે. પીએમ મોદીએ બરાબર એક વર્ષ પહેલા જનતા કર્ફ્‌યુ લગાવ્યો હતો. જે એક રીતે લોકડાઉનની અજમાયશ હતી.

જ્યારે આ સફળ થયું, ત્યારે ૨૫ માર્ચ પછી સંપૂર્ણ લોકડાઉન શરૂ કરવામાં આવ્યું હતું. જનતા કર્ફ્‌યુ દરમિયાન જે રીતે કેટલાક લોકો તાળીઓ વગાડી રહ્યા હતા અને થાળી વગાડી રહ્યા હતા તે એટલો રમુજી હતો કે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. આ વીડિયોએ પણ કોરોનાના સમયગાળા દરમિયાન લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું.

Other News : યુક્રેને રશિયાના ટોચના નૌકાદળના અધિકારીને ઠાર માર્યો : વધુ એક મોટો ઝટકો

Related posts

અ્‌મિત શાહે મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ગુંડારાજ ચાલી રહ્યુ છે…

Charotar Sandesh

કોરોનાના વધતા કેર વચ્ચે વડાપ્રધાન આઠ એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે…

Charotar Sandesh

૧૯૮૪ના રમખાણના દર્દનો અનુભવ છે, ભાજપે મારા ૩ શબ્દોને ખોટી રીતે રજૂ કર્યાઃ પિત્રોડા

Charotar Sandesh