Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના મનરેગાના ૧૨ હજાર શ્રમિકોને ૩ મહિનાથી પગાર ન ચુકવાતા આક્રોશ : ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન ઉઠાવ્યો

આણંદના મનરેગા

આણંદ : જિલ્લામાં વિવિધ યોજના હેઠળ મનરેગાના શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ શ્રમિકોને છેલ્લા ત્રણ માસથી પગાર આપવામાં આવ્યો નથી. જેના કારણે ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાએ સંકલન બેઠકમાં પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. જેમાં જિલ્લાના ૧૨ હજારથી વધુ મનરેગામાં કામ કરતાં શ્રમિકોને ત્રણ મહિનામાંથી ૨.૪૩ કરોડ જેવી રકમ ચુકવવાની બાકી હોવાનું ખુલ્યું હતું. જેના કારણે શ્રમિકોની હાલત કફોડી બની છે.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકોને પોતાના જ ગામમાં રોજગારી મળી રહે અને રોજગારીને લઈને થતું સ્થળાંતર અટકે તથા ગ્રામ્ય સ્તરે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઊભી થાય તે હેતુસર મનરેગા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમિકોને સમયસર ચુકવણું ન થવાથી મનરેગા યોજના નો હેતુ માર્યો જાય છે અને ડિલે કોમ્પાન્ઝેશનની જવાબદારી ઊભી થાય છે.

કાયદાની જોગવાઈને લઈ ડિલે કોમ્પન્ઝેશન સાથે ચૂકવણું કરવામાં આવે તેવી શ્રમિકો માગ કરી રહ્યા છે

જોકે, નિયમ મુજબ ૧૫ દિવસમાં નાણાં ચૂકવી દેવાનો હોય છે, તે આજે ત્રણ મહિનાનો સમય થઈ ગયો હોવા છતા પણ ચુકવવામાં આવ્યા નથી. આણંદની સંકલન બેઠકમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા મનરેગાના શ્રમિકોને ચુકવાતા વળતર સંદર્ભે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ મહિનાથી શ્રમિકોના ખાતામાં નાણાં જમા ન થવાના કારણે તેઓની હાલત કફોડી બની હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં અધિકારીઓએ ગ્રાન્ટના અભાવે શ્રમિકોના ખાતામાં નાણાં જમા થયાં ન હોવાનું કબુલ્યું હતું. આ બાબતના નિરાકરણ માટે વડી કચેરીમાં લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને છેલ્લા ૩ માસથી રૂ. ૨ કરોડ ૪૩ લાખ ૨૦ હજાર ૧૨૨ જેવી બાકી રકમનું મહેનતાણું ચુકવવાનું બાકી છે.

આણંદ જિલ્લામાં મનરેગા હેઠળના શ્રમિકોને સરકાર દ્વારા પગાર ન ચૂકવવામાં આવતા મજૂરી કરીને પેટિયું રળતા શ્રમિકોની હાલત કફોડી બનતા સરકાર દ્વારા વહેલીતકે ચૂકવણું કરવામાં આવે તેવી શ્રમિકો માગ કરી રહ્યા છે.

Other News : જમીન સંપાદનને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ : જુઓ અત્યાર સુધી કેટલા રૂપિયા ચુકવાયા

Related posts

કરમસદ ખાતેની કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમાં રોકાણ કરનાર નાગરિકો વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે

Charotar Sandesh

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહના પત્ની રેશ્માબેને ગંભીર આક્ષેપ લગાવ્યા, કહ્યું હવે યુદ્ધ એ જ કલ્યાણ છે

Charotar Sandesh

વડતાલ–અમદાવાદ સ્વામિનારાયણ મંદિર તથા ગુરૂકુળો દ્વારા રાહતનીધીમાં રૂા. ૩.૭૦ કરોડની સહાય…

Charotar Sandesh