Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કલેકટરએ નગર પ્રાથમિક શાળા નં.૧૪ ખાતે મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવ્યો

મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ

જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો

આણંદ : આજે બે વર્ષના ગાળા બાદ શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં પ્રારંભ થઇ ગયો છે. જિલ્લામાં આજથી મધ્યાહન ભોજન યોજનાનો આણંદ ખાતેની નગર પ્રાથમિક શાળા નં.૧૪ ખાતેથી જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ પ્રારંભ કરાવ્યો હતો.

કલેકટર શ્રી મનોજ દક્ષિણી (anand collector) અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ બાળકોને સુખડી ખવડાવીને મોં મીઠું કરાવી મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવ્યો

જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

આજરાજે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર (anand collector) શ્રી દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બાપના શાળા ખાતે આવી પહોંચતા બાલિકાઓએ ઉષ્માભર્યું સ્વાગત કરતાં કલેકટર (anand collector) શ્રી દક્ષિણીએ પણ બાલિકાઓનું સ્વાગત કર્યું હતું. જિલ્લા કલેકટર શ્રી દક્ષિણીએ બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને સમયસર અને નિયમિત શાળાએ આવશો ને ? તેવું પૂછતાં બાળકોએ હા નિયમિત આવીશું કહીને સમૂહમાં પ્રત્યુત્તર પાઠવ્યો હતો. આ સમયે બાળકોના ચહેરા પર એક અનેરી ખુશી જોવા મળી હતી.

છેલ્લા બે વર્ષથી ઓનલાઈન થયેલ વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે શાળાઓમાં અભ્યાસ કરવા આવતા બાળકો લગભગ બે વર્ષ સુધી શાળા અને શાળા પરિવારથી અલગ રહીને ઓફલાઇન શિક્ષણ મેળવતાં હતાં.

હવે કોરોનાનું સંક્રમણ નહિવત થતાં શાળાઓ પુનઃ બાળકોની કિલકારીઓથી ગૂંજી ઉઠી છે

ત્યારબાદ જિલ્લા કલેકટર (anand collector) શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ સમૂહમાં મધ્યાહન ભોજન લેવા બેઠેલાં વિદ્યાર્થીઓને ભોજન પીરસ્યુ હતું. કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ બાળકોને સુખડી ખવડાવીને મોં મીઠું કરાવી મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

Other News : સાંસદ મિતેશ પટેલે આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનનો પ્રશ્ન સંસદમાં રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો, જુઓ

Related posts

આણંદ જિલ્લામાં વધતા કેસો : આજે આણંદ શહેર સહિત ખંભાતમાં ર પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં નશાબંધી સપ્તાહ અંતર્ગત ગામડી ખાતે ઉદ્‌ઘાટન સમારોહની ઉજવણી કરાઈ…

Charotar Sandesh

આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા બોરસદ ખાતે ૫૦ આઇસોલેશન બેડની વ્યવસ્થા…

Charotar Sandesh