Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતમાં અંજપાભરી શાંતિ વચ્ચે પોલીસની ચાંપતી નજર : મૃતકની સ્મશાનયાત્રા નીકળી

ખંભાતમાં પોલીસ

ખંભાતમાં એસઆરપીની ચાર ટુકડી સહિત સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો

આણંદ : ખંભાતના શક્કરપુર, ચકડોળ ગ્રાઉન્ડ અને ટાવર બજાર પાસે થયેલી જુથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને ચારને ઈજાઓ પહોંચી છે. તોફાનીઓએ પાંચ જેટલી લારી, કેબિનો બે દુકાનો અને એક મકાનને આગ ચાંપી દીધી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી નવ જેટલા તોફાનીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે બીજા શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટનામાં મૃતકના પરિવારજનો દ્વારા આર્થિક સહાયની માંગણી કરવામાં આવી છે

દરમ્યાન આજે સવારે પીએમ બાદ મૃતક કનૈયાલાલ રાણાના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવેલ, જેમાં તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખંભાતના નાગરિકો જોડાયા હતા.

કોમી તોફાનના વધુ કોઈ પડઘા ન પડે તે માટે રેન્જ આઈજી વી. ચંન્દ્રશેખર, ડીએસપી અજીત રાજીયાન સહિત ઉચ્ચ પોલિસ અધિકારીઓનો સ્ટાફ હાજર રહ્યો હતો, સ્થિતિ ઉપર પોલીસ ચાંપતી નજરો રાખી રહ્યા છે, ચાર જેટલી એસઆરપીની ટુકડીઓ અને શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

Other News : ખંભાતમાં ઉશ્કેલી કરવા બદલ ૩ મૌલવી તેમજ ૮ જેટલા શખ્સોની અટકાયત કરાઈ, ૧ વ્યક્તિનું મોત

Related posts

ગોકુલધામ નાર દ્ધારા તીર્થધામ વડતાલધામમાં ફ્રિ જેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો

Charotar Sandesh

વડતાલધામમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો ૧૯૭મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

Charotar Sandesh