Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રીનો નિર્ણય : આગામી ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો હટાવાયા

ગણેશ પ્રતિમા

ગાંધીનગર : આગામી ગણેશોત્સવ (ganeshotsav) ને લઈ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોનાની સ્થિતી હળવી થતાં કોવિડ-૧૯ સંબંધિત ધાર્મિક તહેવારોના નિયંત્રણો તા. ૩૧ માર્ચ ૨૦૨૨ પછી અમલમાં નથી.

સોસાયટી કે જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ પ્રતિમાની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો નહીં રહે

કોરોના સંબંધિત તમામ નિયંત્રણો ૩૧ માર્ચ ૨૦૨૨ પછી અમલમાં મુકાયા નથી, જેને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે કે હવે ગણેશચતુર્થીના આગામી ઉત્સવ દરમ્યાન સોસાયટી કે જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ પ્રતિમાની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો નહીં રહે.

ગણેશજીની પ્રતિમા બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરાયેલ સૂચનોનો અમલ કરવાનું યથાવત્‌ રખાયું છે.

Other News : રાજ્યમાં ભારે વરસાદને લઈ ૨૭ ડેમમાં ૩૫ ટકા નવા નીરની આવક : ભાદર ર ડેમ ઓવરફ્લોની તૈયારીમાં

Related posts

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું ઓડિટ હાથ ધરાયું…

Charotar Sandesh

મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે : તેમના જન્મ દિવસે વિવિધકાર્યોનું લોકાર્પણ કરશે

Charotar Sandesh

આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે ગુજરાતની તમામ RTO કચેરીઓ ચાલુ રહેશે…

Charotar Sandesh