Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદને લઈ ૨૭ ડેમમાં ૩૫ ટકા નવા નીરની આવક : ભાદર ર ડેમ ઓવરફ્લોની તૈયારીમાં

ભાદર ડેમની સપાટી

રાજકોટ : રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, અને ૧૦ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના ૨૭ ડેમમાં ૩૫ ટકા નવા નીરની આવક થઈ છે, જ્યારે ભાદર ડેમની સપાટી ૫૩.૧૦ મીટર છે તેમજ હાલ ૫૧.૩૦ મીટર ભરાવા પામેલ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં ૩૩૬૨ ક્યુશેક પાણીની આવક થઈ છે જેને ઓવરફ્લોની તૈયારી વર્તાઈ છે, જેને લઈ પોરબંદર તાલુકાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ફોફળ નદીમાં પાણી છોડવામાં આવનાર હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે

આ સાથે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ૬૯.૫૮ મિલિયન ઘન મીટરનો વધારો થયો છે, હજુય ભારે વરસાદની સંભાવના સાથે દરરોજ ડેમમાં પાણીનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ પૂર્વ ધરોઈ ડેમમાં પાણીની સપાટી ૫૮૬.૨૮ ફૂટ થયેલ, જે વધી ૫૯૦.૦૨ ફૂટે પહોંચેલ છે. ધરોઈ જળશયની સપાટી ૫૯૦.૦૨ ફૂટ થઈ છે અને પાણીનો જથ્થો ૮૯.૪૭ મિલિયન ઘન મીટર થયેલ છે.

Other News : અમરનાથમાં વાદળ ફાટ્યું : ૪૫ શ્રદ્ધાળુઓ ફસાયા, ૩ મહિલા સહિત ૧૫ મોત થયા : એરફોર્સ બચાવકાર્યમાં જોડાયું

Related posts

કોરોના સંક્રમણ ઘટતા સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફ સાથે કામ કરશે…

Charotar Sandesh

૧૬થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ…

Charotar Sandesh

લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા ૩૦ ટકા લોકોને આંખના નંબર વધ્યા…

Charotar Sandesh