ગુજરાતમાં કેજરીવાલના મોટા-મોટા વાયદા સામે પીએમ મોદીએ કર્યો પલટવાર
ટેક્સના પૈસાથી જો લોકોને ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય આપવામાં આવે તો તેનાથી તેને નુકસાન થતું નથી : દિલ્હી સીએમ કેજરીવાલ
નવીદિલ્હી : ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણી (election) માં ફ્રીની રેવડીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે જનતાને ફ્રી વસ્તુ આપવાનો વાયદો કરે છે, પરંતુ તેની ખરાબ અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે, તેવો પણ એક મત વ્યક્ત કરાઈ રહ્યો છે.
આગામી ચૂંટણી (election)માં ફ્રીની જાહેરાતોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો છે, પરંતુ હવે આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી (PM narendra modi) અને દિલ્હીના મુખ્યમંત્રી (delhi CM arvind kejriwal) પણ આમને-સામને આવી ગયા છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ છે, પંજાબની જીત બાદ અમરિંદ કેજરીવાલની નજર ગુજરાત પર છે.
PM મોદીએ કટાક્ષ કરતાં જણાવેલ કે, રાજનીતિમાં સ્વાર્થ હશે તો ગમે તે આવીને પેટ્રોલ-ડીઝલ ફ્રી આપવાની જાહેરાત કરી શકે છે. દેશમાં આવા પગલા આપણા બાળકોનો હક છીનવી લેશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, દેશના ટેક્સપેયરના પૈસાથી પોતાના કેટલાક મિત્રોના બેન્કની લોન માફ કરવામાં આવે છે. તેનાથી આ ટેક્સપેયરને નુકસાન થાય છે. પરંતુ આ ટેક્સના પૈસાથી જો લોકોને ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય આપવામાં આવે તો તેનાથી તેને નુકસાન થતું નથી. કેજરીવાલે કહ્યું કે ખાવા પીવાની વસ્તુ પર જીએસટી લગાવવાથી ટેક્સપેયરને છેતરપિંડીનો અનુભવ થાય છે. ટેક્સના પૈસા લોકો માટે વાપરવામાં આવે તો ટેક્સપેયર સાથે છેતરપિંડી થતી નથી. પરંતુ પોતાના મિત્રોના કરોડો રૂપિયાની લોન માફ કરવાથી દેશના કરદાતાને નુકસાન થાય છે. કેજરીવાલે કહ્યુ કે, આ મુદ્દે દેશમાં જનમત સંગ્રહ કરાવવો જોઈએ.
Other News : આણંદ પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓ ઉપર કામચલાઉ મરામત કર્યા બાદ પુનઃ વરસાદી ખાડાઓ પડી ગયા