એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૮૩૩ ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કર્યું
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થઈ છે, ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદથી ચુંટણી પ્રચારો પુરજોશમાં ચાલી રહ્યા છે, હવે ૧ ડિસેમ્બર અને પ ડિસેમ્બરે એમ બે તબક્કામાં ચુંટણી યોજાવાની છે અને ત્રિપાંખિયો જંગ જામવાનો છે. પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્બર અને બીજા તબક્કામાં ૫ ડિસેમ્બરે મતદાન યોજાનાર છે, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૮૩૩ ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે.
ચૂંટણીમાં સૌથી વધુ પાંચ ધનવાન ઉમેદવાર કોણ ?
૧. જયંતિભાઈ પટેલ, માણસા ભાજપ ઉમેદવાર (૬૬૧.૨૯ કરોડ સંપત્તિ)
૨. બલવંતસિંહ રાજપુત, સિધ્ધપુર ભાજપ (૪૪૭ કરોડ સંપત્તિ)
૩. પ્રબુભા માણેક, દ્વારકા ભાજપ (૧૭૮.૫૮ કરોડ સંપત્તિ)
૪. ઈન્દ્રનીલ રાજગુરુ, રાજકોટ ઈસ્ટ કોંગ્રેસ (૧૫૯.૮૪ કરોડ સંપત્તિ)
પ. રમેશભાઈ ટીલાલા, રાજકોટ સાઉથ ભાજપ (૧૨૪.૮૬ કરોડની સંપત્તિ)
આ સાથે અન્ય ઉમેદવારોમાં આણંદ ભાજપના ઉમેદવાર યોગેશ આર. પટેલની સંપત્તિ ૪૬.૯૬ કરોડ, વિજાપુર ભાજપના ઉમેદવાર રમણ પટેલની સંપત્તિ ૯૫.૬૮ કરોડ, ડભોઈ આપના ઉમેદવાર અજીતસિંહ ઠાકોરની સંપત્તિ ૩૪૩.૦૮ કરોડ, વાઘોડિયા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સંપત્તિ ૧૧૧.૯૮ કરોડ, રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈની સંપત્તિ ૧૪૦.૬૦ કરોડ, પાદરાના અપક્ષ ઉમેદવાર દિનેશ બી. પટેલની સંપત્તિ ૬૫.૭૬ કરોડ, જ્યારે ધાનેરાના અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈની સંપત્તિ ૬૩.૪૬ કરોડ જણાવાઈ છે.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં ભાજપના ૭૫, કોંગ્રેસના ૭૭ અને આમ આદમી પાર્ટીના ૩૫ ઉમેદવારો કરોડપતિ છે. ૫૦૬ એટલે કે ૬૧ ટકા ઉમેદવારો માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલા છે. આ સિવાય ૨૬૪ ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. તો ૨૭ ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે. ૩૨ ઉમેદવારો એવા છે જેને માત્ર લખતાં-વાંચતા આવડે છે. જેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ ૨૦ ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
Other News : ગુજરાતની આ ૭ સીટો પર છેલ્લા ૬૦ વર્ષમાં ભાજપ ક્યારેય નથી જીત્યું, જુઓ વિગત