Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

Election : આણંદની સાત બેઠક પર ૪૮ અપક્ષ તથા અન્ય ઉમેદવારો હારજીત નક્કી કરશે

આણંદની બેઠક

Anand : રાજ્ય વિધાનસભાના બીજા તબકકાનુ આણંદની સાત બેઠક માટે આગામી તા.૫મી ડિસેમ્બરના મતદાન યોજાશે. પરંતુ આ વખતના જંગમાં ફોર્મ પરતની પ્રક્રિયા પૂર્ણ બાદ સ્પષ્ટ થયેલ ચિત્ર અંતર્ગત ત્રિપાંખીયો જંગના પગલે ૨૧ તથા અપક્ષ અન્ય મળી ૪૮ ઉમેદવાર મેદાનમાં રહેતા ૪૮ અપક્ષ અન્ય રાજકીય પક્ષના ઉમેદવારની હારજીતની મુખ્ય ભૂમિકા બની તેવી ચર્ચા વચ્ચે મતદાનને સપ્તાહની સમય બાકી હોય હજુ પણ અપ લ ને સામ દામ દંડ ભેદની નીતિથી ટેકો મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

શામ,દામ, દંડ અને ભેદની નીતિ યથાવત હોવાની ચર્ચા

પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય વિધાનસભા જંગના બીજા તબકકાના મતદાનને આડે સપ્તાહની સમય બાકી હોય રાજકીય પક્ષી દ્વારા એડીચોટીના જોર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતના જંગમાં અપક્ષ તથા અન્ય રાજકીય પક્ષના ઉમેદવાર ની હારજીત માટે મહત્વના બનવા પામશે.

જેના પગલે જીલ્લાની સાત બેઠક પર ત્રિપાંખીયો જંગના કારણે રાજકીય પક્ષોના ૨૧ ઉમેદવાર ઉપરાંત અપક્ષ તથા અન્ય મળી ૪૮ ઉમેદવાર મળી કુલ ૬૯ ઉમેદવાર મેદાનમાં હોય જે બેઠક પર કશ્મકશભર્યો જંગના એંધાણ છે તેવી બેઠક પર અપક્ષ કે અન્ય ઉમેદવારની હારજીત માટે મહત્વના બનવા પામશે. જેના પગલે મતદાનને સપ્તાહ બાકી હોય રાજકીય પક્ષ નેતાઓ દ્વારા અપક્ષને સામદામદંડભેદની નીતિથી ટેકો આપવામાં આવે ની રાજકીય કોશિશ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

Other News : ગુજરાતની આ ૭ સીટો પર છેલ્લા ૬૦ વર્ષમાં ભાજપ ક્યારેય નથી જીત્યું, જુઓ વિગત

Related posts

અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં વિક્રમજનક ૯૯.૭૧% મતદાન : ૩૧ ઓગસ્ટે મતગણતરી…

Charotar Sandesh

આણંદ ગ્રામ પંચાયતમાં ૩થી વધુ વાહનો લઈને ચુંટણીના પ્રચાર નહીં કરી શકાય : જિલ્લા કલેકટર

Charotar Sandesh

આણંદ-વડોદરામાં આ તારિખે વરસાદની આગાહી : ૨૪ કલાકમાં પ તાલુકામાં ભારે પવન સાથે નોંધાયો વરસાદ

Charotar Sandesh