Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીનું સંબોધન : કહ્યું ભાજપે મારી છબિ ખરાબ કરવા કરોડો ખર્ચ્યા

રાહુલ ગાંધી

ભારતમાં અંબાણી-અદાણીની જ સરકાર છે : મીડિયા ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી છે


New Delhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે પહોંચતા શનિવારે સાંજે તેમણે લાલ કિલ્લા પરથી સંબોધન કરેલ અને જણાવેલ કે, મીડિયા કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી હિંદુ-મુસલમાનના નામે નફરત ફેલાવે છે, જ્યારે દેશમાં આ વાસ્તવિકતા નથી. મેં આ યાત્રામાં જોયું કે ભારતમાં લોકોમાં ભાઈચારો છે, દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે. આમાં મીડિયાનો વાંક નથી, તેમની પાછળ રહેલી શક્તિ તેમને નિયંત્રિત કરી રહી છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહેલ કે, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભેગા કરવાનો છે, જુઓ અહીં મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, જૈન મંદિર છે, આ દેશની વાસ્તવિકતા છે. તો પછી સવાલ એ છે કે આ Mediaના લોકો શા માટે નફરત ફેલાવવા માગે છે ? શું તમે ક્યારેય ટીવી પર જોયું છે કે એક Indian બીજા Indianને ગળે લગાવે છે, તે ક્યારેય દેખાડવામાં નહીં આવે.

Other News : દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Related posts

કોંગ્રેસે વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને કોષાધ્યક્ષની જવાબદારી સોંપી…

Charotar Sandesh

ISIS તરફથી ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત ઈમેઈલ દ્વારા ધમકી મળી

Charotar Sandesh

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકવામાં આવી

Charotar Sandesh