Charotar Sandesh
આર્ટિકલ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

માથાનો દુખાવો (head pain)

આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં અને કામકાજના બોજથી દરેક માણસ માનસિક તણાવ (depression) માં રહે છે. અને માનસિક તણાવ (depression) માં રહેવા ના કારણે માથાના દુખાવા જેવી સમસ્યા રહે છે.

માથાનો દુખાવો (head pain) ખૂબ પીડાદાયક હોય છે. તણાવને લીધે અથવા અન્ય કોઈ કારણસર લોકોને માથાનો દુખાવો થાય છે. જ્યારે માથું દુખે છે, તે સમયે તે સારું લાગતું નથી. માથાનો દુખાવા (head pain) થી છુટકારો મેળવવા માટે આપણે ઘણી દવાઓ લઈએ છીએ અને ધીમે ધીમે આપણે તેનો ઉપયોગ કરવા લાગીએ છીએ

જો તમને દવાઓની આદત પડી જાય, તો તમે દવા લીધા વિના માથાના દુખાવા (head pain) થી ક્યારેય છુટકારો મેળવી શકશો નહીં, અને જો તમને ટેવ પડી જાય તો તે છોડવું ખૂબ જ મુશ્કેલ છે. દવાઓના સેવનને કારણે, અન્ય રોગો અને વજનમાં પણ ઘણો વધારો થાય છે. આજે, અમે તમને ઘર બેઠા ઘરેલું ઉપચાર વિશે કહીશું જે તમને માથાના દુખાવા (head pain) માં આરામદાયક આરામ આપશે, તે પણ કોઈ વધારે અને કઠીન મહેનત વગર.

નુસખા બનાવવાની રીત :-

ઘરેલું નુસખા બનાવવો ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ એક ચમચી અજમા લઈ તેને તવા પર હલકા ફૂલકા શેકી લેવા અને પછી એક મુલાયમ કાપડમાં કાઢી લેવા. ત્યાર બાદ તેની એક પોટલી બાંધી લેવી. એ બાંધેલી પોટલીમાં અજમા થોડા થોડા ગરમ હોવા જોઈએ. આ છે ઘરેલું નુસખો

પછી જયારે પણ માથાના દુખાવા (head pain) ની સમસ્યા થાય ત્યારે આવી રીતે અજમાની પોટલી બનાવીને સુંઘવી જોઈએ.

આ અજમા ની પોટલી ત્યાં સુધી સુંઘવી જ્યાં સુધી આ પોટલી ઠંડી ના પડી જાય.આ ઉપાયને કરવાથી માથા નો દુખાવો (head pain) ૨ મિનીટ માં જ પૂરો થઈ જશે. આ એક અજમાવેલો ઘરેલું નુસખો છે.

માથાના દુખાવા થી પરેશાન લોકો આ નુસખાનો ઉપયોગ એક વાર જરૂરથી કરવો જોઈએ. જેનાથી માથાનો દુખાવો (head pain) ક્યારેય થશે નહી અને એકદમ દુર થઇ જશે.

Other Article : એક ગજબ કેસ : પોપટની ફરિયાદ કરવા પોલીસ મથકે આવ્યા દાદા : ફરિયાદ સાંભળીને પોલીસ ચોંકી ઉઠી, જુઓ

Related posts

આયુર્વેદમાં જણાવેલ તુલસીથી જોડાયેલા આશ્ચર્યજનક ફાયદાઓ…

Charotar Sandesh

Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી…

Charotar Sandesh

क्या है नववर्ष तिथि चैत्र शुक्ल प्रतिपदा ? सूर्योदय के समय ब्रह्माजी ने जगत की रचना की थी ।

Charotar Sandesh