Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ : ઉમરેઠમાં ઉશ્કેરાયલા યુવકે યુવતીનું ગળું કાપી ઘાયલ કરી

ઉમરેઠ શહેર

આણંદ : ગત સમયમાં સુરતમાં બનેલ ચકચારી ઘટના ગ્રીષ્માકાંડને લઈ પુરા દેશમાં ચર્ચા થઈ હતી ત્યારે આજે આવી જ ઘટના ઉમરેઠમાં બનતા રહી ગઈ. જેમાં એક ઉશ્કેરાયેલા યુવકે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી ભાગી ગયેલ, જે બાદ તડપતી યુવતીને પાડોશીઓએ હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ શહેરની કાછિયાપોળમાં યુવતીનું ગળું કાપી તેની હત્યા કરવાની કોશિશનો બનાવ બન્યો છે, જેમાં એક દિવસ પહેલાં જ ભાડે રહેવા આવેલ યુવક-યુવતી વચ્ચે કોઈ કારણોસર તકરાર થતા યુવકે યુવતીના ગળે છરી મારી હત્યા કરવાનો પ્રયાસ કરેલ, જોકે, યુવતીએ બુમરાણ કરતાં નજીકના લોકો એકત્ર થયા હતા, અને તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપેલ, આ બાબતે ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતાં કાયદેસર કાર્યવાહી આરંભી છે.

યુવતીની હાલત પણ ગંભીર હોઈ પોલીસ તેની પૂછતાછ પણ કરી શકે તેમ નથી

Other News : વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ગાદી પદારૂઢના ૨૧મા મંગલ પ્રવેશ ભાવવંદના કાર્યક્રમ યોજાયો

Related posts

આણંદ : સંભવિત વાવાઝોડા “તૌકતે” સામે તંત્રની સજ્જતા : કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

Charotar Sandesh

અમૂલ ડેરીનો ખુલાસો, કહ્યું- ભરતી માટેની કોઈ જાહેરાત કરાઈ નથી…

Charotar Sandesh

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે : અમિત ચાવડા

Charotar Sandesh