Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ગાદી પદારૂઢના ૨૧મા મંગલ પ્રવેશ ભાવવંદના કાર્યક્રમ યોજાયો

વડતાલ ગાદી

વડતાલ – જુનાગઢ – ગઢડા – ધોલેરા સહિત સંપ્રદાયના સંતો-હરિભક્તોએ મહારાજશ્રીનું વિશેષ પૂજન આરતી કરી શુભેચ્છાઓ પાઠવી

વડતાલ : વડતાલ ગાદીના પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી ગાદી પદારૂઢના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સત્સંગ મહાસભા ધ્વારા સંપ્રદાયના સંતો-હરિભક્તોની ઉપસ્થિતીમાં જોળ મુકામે આચાર્ય મહારાજશ્રીનો ભાવવંદના કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. જોળમાં ચાલતી ભાગવત કથા પ્રસંગે યોજાયેલા ભાવવંદના સમારોહમાં વડતાલ, જુનાગઢ, ધોલેરા તથા ગઢપુર પ્રદેશના સંતો-ભક્તો ધ્વારા વિશેષ પૂજન તથા આરતી સાથે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ આજે ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ને શનિવારના રોજ ગાદી પદારૂઢના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧ મા વર્ષમાં મંગલ પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે વડતાલ ગાદીના તાબાના સંતવૃંદ અને બ્રહ્મ સત્સંગ સમાજ ધ્વારા મહારાજશ્રીનું પૂજન અને શુભેચ્છાઓ પાઠવશે.

આ પ્રસંગે સત્સંગ મહાસભા તથા સદ્ગુરૂ સંતો દ્વારા મહારાજશ્રીનું પૂજન કરવામાં આવ્યું હતું. દરમ્યાન પૂ.નિલકંઠચરણ સ્વામી, પૂ.નિત્યસ્વરૂપ સ્વામી, પૂ.હરિપ્રકાશ સ્વામી, પૂ.હરિજીવન સ્વામી, પૂ.નારાયણચરણ સ્વામી, પૂ.પ્રેમ સ્વામી, પૂ.સત્સંગભૂષણસ્વામી, પૂ.નૌતમપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વડતાલ મંદિરના મુ. કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું. જયારે કાર્યક્રમનું સુંદર આયોજન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.

Other News : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા : મૂળ કરમસદના પરિવાર પર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો

Related posts

ગુજરાતમાં કોરોનાના નવા ૧૫૯૮ કેસ, ૧૫૨૩ દર્દીઓ સાજા થયા : આણંદ જિલ્લામાં રપ નવા કેસ…

Charotar Sandesh

વિશ્વપ્રસિદ્ધ વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદરિનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા

Charotar Sandesh

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ : આ નાનકડું ગામ કરે છે 1300 કરોડનું ટર્નઓવર…

Charotar Sandesh