ગાંધીનગર : દુષ્કર્મી આસારામ બાપુને જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની એક મહિલાએ વર્ષ ૨૦૧૩માં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ગઈકાલે આસારામને દોષિત જાહેર કરાયો હતો, સરકાર પક્ષે વકીલો દ્વારા સજા માટે દલીલ કરાઈ હતી.
સેશન્સ કોર્ટ દ્વારા આજે આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા ફટકારાઈ છે, આસારામને કલમ ૩૭૬ હેઠળ આજીવન કેદ, ૩૭૭ હેઠળ આજીવન કેદ, ૩૫૪ હેઠળ એક વર્ષ, ૩૪૨ હેઠળ ૬ મહિના, ૩૫૭ હેઠલ ૧ વર્ષ અને ૫૦૬(૨) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારાઈ હતી. આ ઉપરાંત પીડિતાને ૫૦ હજારનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.
Other News : આણંદના પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ સોઢાએ કોંગ્રેસ પક્ષને બાય બાય કહી ભાજપનો ખેંસ ધારણ કર્યો