Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ચરોતર સહિત ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન; ૧૩૨ તાલુકામાં જળબંબાકાર, જુઓ આગાહી અંગે

ધોધમાર વરસાદ

રાજ્યમાં ચોમાસાના આગમનના ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા, ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

તો કચ્છના ગાંધીધામના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા વરસ્યા છે, વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે, દ્વારકાના ખાંભળિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે નડિયાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ાયો છે. વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે, વડોદરા શહેર અને પાદરામાં પણ વરસાદ વરસ્યો છે, વડોદરા શહેરના મકરપુરા, માંજલપુર, અકોટા અને જામ્બુઆ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે, અમદાવાદથી લઈને આણંદ સુધી સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વડોદરા, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદ પડી રહ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ એ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ૨૮ જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશના ત્રણ જિલ્લાઓ માટે ’રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.

Other News : ફ્રોડ મેસેજોથી સાવધાન : લાલચ આપતા આ મેસેજો ડાયરેક્ટર ડીલીટ કરો, જુઓ વિગત

Related posts

રાજ્યમાં ૫ દિવસ હળવા વરસાદની આગાહી : સૌથી વધુ દ.ગુજરાતમાં વરસાદ ખાબક્યો

Charotar Sandesh

એલર્ટ / મહેસાણાના સતલાસણા સુધી તીડનું ઝૂંડ પહોંચી ગયું… ખેડૂતોમાં અફડાતફડી મચી…

Charotar Sandesh

ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે : હવામાન વિભાગે કરી આ આગાહી

Charotar Sandesh