દિવસને આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી જીનો જન્મદિન ના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે સમગ્ર દેશ અને વિદેશમાં ઉજવવામાં આવે છે.
જે નિમિત્તે આજ રોજ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સરદાર સાહેબના ઘર પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા તથા સરદાર પટેલ ભુવન પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પર ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખરસિંહજી ડાભી, તાલુકાના પ્રમુખ પરબતસિંહજી, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, મહામંત્રી એસ કે બારોટ, ઓરો મૈત્રાલ ,જીતુભાઈ રાજ, હિમાની બેન પંચાલ, ઉપપ્રમુખ વૈભવસિંહ , સંગઠન મંત્રી ભાવિકભાઈ નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ગોકુળભાઈ પૂર્વ પ્રમુખ નરેશભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ કાઉન્સિલરભાઈ ભરતભાઈ દેસાઈ નડિયાદ આઈટી સેલ ની ટીમ તથા મોટી સંખ્યામાં કાર્યકર મિત્રોએ ભેગા થઈ રાષ્ટ્રપિતાને પુષ્પ અર્પણ કર્યા.
other news : કલેકટર કે.એલ. બચાણીએ પૂજય બાપુને યાદ કરી સુતરની આટી પહેરાવી ભાવ સભર વંદન કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા