મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર ઉમરેઠ, તાલુકા વિકાસ અધિકારી ઉમરેઠ, ચીફ ઓફિસર ઉમરેઠના અધ્યક્ષ સ્થાને ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ દુકાનદારો, મોલ, મેડિકલ સ્ટોર,હોટલ, રેસ્ટોરન્ટના માલિકો સાથે તારીખ ૭-૫-૨૦૨૪ ના રોજ મતદાન કર્યા બાદ ગ્રાહકોને ખરીદી ઉપર ૭% સ્વૈચ્છિક ડિસ્કાઉન્ટ આપવા બાબતે મિટિંગનું આયોજન થયેલ.
જેમાં ઉમરેઠ શહેરના કુલ ૨૩, પણસોરા ગામ ખાતેના કુલ ૧૧, ભાલેજ ગામ ખાતેના કુલ ૧૧ દુકાનદારો, મોલ, મેડિકલ સ્ટોર, હોટલ, રેસ્ટોરન્ટના માલિકોએ સ્વૈચ્છિક સહમતી દર્શાવેલ.
Other News : આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન