Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન

આણંદ લોકસભા બેઠક

આણંદ : ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ૧૬- આણંદ લોકસભા બેઠક માટે કુલ ૧૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રહયાં હતા. 

નોંધનીય છે કે, આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી જંગમાં ૦૭ ઉમેદવારો રહ્યા છે. આ ૦૭ ઉમેદવારોને ચૂંટણી અધિકારીશ્રી ૧૬–આણંદ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટરશ્રી, આણંદ દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ ઉપસ્થિત ઉમેદવારોના પ્રતિનિધિઓને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.

આણંદ લોકસભા મત વિસ્તારની ચૂંટણીમાં કુલ ૦૭ હરિફ ઉમેદવારોની આખરી યાદી તથા તેમને ફાળવવામાં આવેલ પ્રતિકની યાદી જોઈએ તો….

(૧). અમિત ચાવડા (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) – હાથ

(૨). મિતેષ પટેલ (બકાભાઈ) (ભારતીય જનતા પાર્ટી) – કમળ

(૩). સુરેશભાઈ ધુળાભાઈ પટેલ (બહુજન સમાજ પાર્ટી) – હાથી

(૪). ધીરજકુમાર ક્ષત્રિય (ગરીબ કલ્યાણ પાર્ટી) – શેરડી-ખેડૂત

(૫). ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈ (રાઇટ ટુ રીકોલ પાર્ટી) – પ્રેસર કૂકર

(૬). કેયુરભાઈ પ્રવિણભાઈ પટેલ (બકાભાઈ) (અપક્ષ) – સફરજન

(૭). ભોઈ આશિષકુમાર ઠાકોરભાઈ (અપક્ષ) – ગેસ સિલિન્ડર

Other News : ઉમરેઠમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરોને જોઈ ક્ષત્રીયો વિફર્યા : હાય રે ભાજપ ના નારા લાગ્યા

Related posts

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, આજે રાજ્યમાં ૨૨૭૦ નવા કેસ, આણંદ જિલ્લામાં નવા ૧૭ કેસો…

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લામાં રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ : અમૂલ ડેરી રોડ ઉપર આઈસર ખાડામાં ફસાઈ

Charotar Sandesh

નડિયાદ ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ સંપન્ન

Charotar Sandesh