Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ગ્રામ્ય  પોલીસ દ્વારા જાહેર-જનતાને અપીલ : શેરી-મહોલ્લામાં ચોર આવતા હોય તેવી અફવાઓથી દૂર રહેવું

શેરી-મહોલ્લા

સોશ્યલ મીડીયામાં આવતા ચોર પકડાયાના વીડીયોથી ભ્રમિત ના થવા અનુરોધ

વડોદરા : ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં હાલમાં ચોર આવતા હોય તેવી અફવાઓ ફેલાઈ રહી છે. ભૂતકાળમાં આવી અફવાઓના કારણે એકલ દોકલ ફરતા નિર્દોષ માણસો અને માનસિક અસ્થિર માણસને ટોળા દ્વારા માર મારી મોત નિપજાવવાની ઘટના પણ બનેલ છે. જેથી આવા કોઈ બનાવ ના બને તે માટે જાહેર-જનતા ને આવી કોઈ ખોટી અફવામાં આવું નહિ અને કાયદો હાથમાં લેવો નહીં તેવી વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

અત્યારે સોશ્યલ મીડિયા પર ચોર પકડાયેલાના ઘણા જુના વિડિયો જગ્યા તેમજ ગામના નામ બદલીને ફોરવર્ડ કરવામાં આવે છે. તો આવા ખોટા વિડિયો શેર કરી લોકોમાં ખોટો ભય ઉભો કરવો નહિ અને ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ અજાણી કે શકમંદ વ્યક્તિ દેખાઈ આવે તો તેની જોડે કોઈએ મારજુડ઼ કરવી નહિ અને કરવામાં આવશે તો વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર-જનતાએ નોંધ લેવી.

કોઈ અજાણી કે શકમંદ વ્યક્તિ દેખાઈ આવે. તો તમારા નજીકના પોલીસ સ્ટેશન અથવા તો વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનં-૧૦૦/નં-૦૨૬૫-૨૪૨૩૭૭૭/૦૨૬૫-૨૪૨૩૮૮૮ પર સંપર્ક કરવા જાહેર-જનતાને જણાવાયું છે.

Other News : ઐતિહાસિક ક્ષણ : સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Related posts

તરસતુ ગુજરાત : ૧૨૯૫૦ ગામોમાં પીવાલાયક પાણી નથી..!

Charotar Sandesh

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં : જાણો કયા કયા થીમ ઉપર બની રહ્યા છે સ્ટેશનો ?

Charotar Sandesh

રાજ્યના ૨૦૫ જળાશયમાં ૨.૨૦ લાખ એમસીએમ પાણીનો સંગ્રહ…

Charotar Sandesh