Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

વાસણા આઈ.ટી.આઈ. બોરસદ ખાતે એજ્યુકેશન જાગૃતિ અંતર્ગત એક વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન

એજ્યુકેશન જાગૃતિ

ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી માય ભારત ની કાર્યાલય દ્વારા હાલ માં જ નશાબંધી અને આબકારી ખાતું-આણંદ ના સહયોગ થી વાસણા આઈ.ટી.આઈ. બોરસદ ખાતે એજ્યુકેશન જાગૃતિ અંતર્ગત એક વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમ માં સૌ પ્રથમ હાજર રહેલ તમામ મહેમાનો નું સ્વાગત માય ભારત આણંદ દ્વારા મોમેન્ટો આપી કરવામાં આવ્યું હતું.ત્યારબાદ નશાબંધી અને આબકારી ખાતું-આણંદ ની ટીમ દ્વારા એક સુંદર મજાના નાટક દ્વારા હાજર રહેલ યુવા મિત્રો ને વ્યસન થી દુર રેહવાનો ખુબ સુંદર સંદેશ આપવામાં હતો.

શ્રીમતી વર્ષાબેન ઝાલા,પી.આઈ,નશાબંધી વિભાગ-આણંદ .દ્વારા વ્યસન મુક્તિ પર યુવાઓ ને એક સરસ વ્યકતવ્ય આપવામાં આવ્યું હતું,ત્યારબાદ એક ગામ માં રેલી દ્વારા વ્યસન થી મુક્ત રહેવાનો એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો

નેહરુ યુવા કેન્દ્ર ના સ્વયંસેવકો અને વાસણા આઈ.ટી.આઈ ના તાલીમાંર્થીયો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન ના વિષય પર ડીબેટ હરીફાઈ નું પણ આયોજન થયું હતું.સદર કાર્યક્રમ માં લગભગ ૧૦૦ ની સંખ્યામાં યુવા મિત્રો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.મહેમાનો માં,શ્રી પર્વતસિંહ ચૌહાણ આચાર્યશ્રીવાસણા આઈ.ટી.આઈ બોરસદ,શ્રી સુનીલભાઈ-કાર્યક્રમ સંયોજક,શ્રી દેવાંગભાઈ શાહ,યુવા કાર્યકર વાસણા આઈ.ટી.આઈ બોરસદ ના સ્ટાફ મિત્ર હાજર રહી કાર્યક્રમને દીપવ્યો હતો..સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કુ.શાહીનબાનું રાજ અને પાર્થ સોલંકી,માય ભારત,આણંદ ની ટીમ દ્વારા માય ભારત,આણંદની કચેરી ના સેવા કર્મી મિત્રો ના સહયોગ થી શ્રી અક્ષય શર્મા,સંજય પટેલ માય ભારત રાજ્ય કચેરી આણંદ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Jignesh Patel, Anand

Other News : વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ કરી, ઉચ્ચ ડિગ્રી ધરાવતા 11 સંતો

Related posts

કોરોનાને પહોચી વળવા સીડીએસ અને પધારિયા યુવાધન દ્વારા કોરોના દર્દીના ઘરનું ફ્રી સેનીટાઈઝેશન…

Charotar Sandesh

વડોદરામાં કોલેજીયન યુવાનને દંડ ફટકારી બાઈક જપ્ત કરતા પિતાએ રોડ પર સૂઈને વિરોધ કર્યો…

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં બે બાળલગ્‍નો થતાં અટકાવવામાં આવ્‍યા…

Charotar Sandesh