Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રના મુંબઇમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયો

વરસાદ (rain)

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલ છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાયેલ છે. ત્યારે આજના દિવસે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ (rain) નું રેડ એલર્ટ જાહેર કરાયેલ છે. આ સાથે જ હાઈ ટાઈડ એલર્ટ પણ જાહેર કરાયેલ છે.

અંધેરીમાં પાણી ભરાઈ ગયા છે. બસ-મેટ્રો અને ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. ઘરથી નીકળતા પહેલા બદલાયેલા રૂટની જાણકારી જરૂરથી મેળવી લો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, મુંબઇ શહેર અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ (rain) ની આગાહી કરી છે. કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ (rain) ની સંભાવના છે. આ સાથે જ ક્યારેક ક્યારે ભારે પવન ૪૫-૫૫ કિમી પ્રતિ કલાકની ગતીથી ફૂંકાવવાની શક્યતા છે. નીચેના બેસ્ટ બસ માર્ગોને બદલવામાં આવેલ છે.

મુંબઈના પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, બે લોકો ગંભીર રીતથી ઘાયલ થયેલ છે

જિલ્લાના કલેક્ટરનું કહેવું છે કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. વર્ધા જિલ્લામાં કચ્ચા વન બાંધ તૂટી ગયો છે. જે બાદ ત્રણ ગામમાં પાણી ભરાયા છે. આખા રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) ના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થયેલ છે.

Other News : હવે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ આ તારીખ સુધી ફ્રીમાં મળશે, જુઓ વિગત

Related posts

હવે ભારત બીજા દેશોના દબાણમાં નથી ચાલતું : મોદી ઊવાચ્‌

Charotar Sandesh

કેન્દ્રને રાહત : કાશ્મીરમાંથી કલમ-૧૪૪ દૂર કરવા સુપ્રિમનો ઇન્કાર

Charotar Sandesh

વડાપ્રધાન મોદી સિવાય દરેકને સેના પર ભરોસો છો : રાહુલ ગાંધી

Charotar Sandesh