Charotar Sandesh
ઈન્ડિયા

મણીપુર સરકારે કોરોના વાઈરસ કેસ વધતાં સ્કુલો બંધ રાખવાનો આદેશ આપ્યો

કોરોના (corona)

દેશના ઘણા દેશોમાં ફરી કોરોના (corona)ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે

નવીદિલ્હી : દેશમાં એક દિવસમાં કોવિડ ૧૯ (corona) ના ૨૦,૧૩૯ નવા કેસ સામે આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૪,૩૬,૮૯,૯૮૯ થયેલ છે. ત્યારે મૃતકોની સંખ્યા ૫,૨૫,૫૫૭ પર પહોંચેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડથી ૧૬,૪૮૨ લોકો રિકવર થયેલ થયા છે. દેશમાં કોરોના (corona) થી સાજા થતા લોકોની સંખ્યા વધીને ૪,૩૦,૨૮,૩૫૬ થયેલ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળ્યો છે.

મણિપુરમાં બુધવારના કોરોના (corona) વાયરસના સંક્રમિત ૨૫૭૫ વધુ દર્દીઓ મળી આવ્યા તથા ૧૦ સંક્રમિતોના મોત થયેલ છે

મળતી માહિતી મુજબ, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮૦,૧૦,૨૨૩ થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખઅયા ૧,૪૮,૦૦૧ થઈ ગઈ છે. ત્યારે રાજધાની દિલ્હીમાં એક દિવસમાં કોરોના (corona) વાયરસ સંક્રમણના ૪૯૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ત્રણ દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. સંક્રમણ દર ૩.૧૬ ટકા નોંદાયો છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસ વધીને ૧૯,૪૧,૯૦૫ થઈ ગયા. ત્યારે મૃતકોની સંખ્યા ૨૬,૨૮૮ થયેલ છે.

મણિપુર સરકારે તાજેતરમાં કોરોના (corona) સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપેલ છે. આ સત્તાવાર આદેશ મંગળવારના જાહેર કરાયો હતો. ભારતમાં કોરોનાની રફતાર સતત તેજ થયેલ છે. કોરોનાના નવા કેસમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળેલ છે.

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૦,૧૩૯ નવા કેસ સામે આવેલ છે, ૩૮ લોકોના મોત પણ થયા છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૩૬,૦૭૬ થયેલ છે.

Other News : હવે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ આ તારીખ સુધી ફ્રીમાં મળશે, જુઓ વિગત

Related posts

વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના…

Charotar Sandesh

ભારતનો વિકાસ દર ઘટીને ૧.૮ ટકા થશેઃ રેટિંગ એજન્સી ક્રિસિલ…

Charotar Sandesh

કોરોના બેકાબૂ : ૨૪ કલાકમાં ૧૯૪૫૯ કેસ, ૩૮૦ના મોત… કુલ આંકડો ૫,૪૮,૩૧૮એ પહોંચ્યો…

Charotar Sandesh