Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરના આ ચાર વિસ્તારના ઘરોને કોવિડ- ૧૯ અંતર્ગત નિયંત્રિત વિસ્તાર જાહેર કરાયા

Covid-19

આણંદ : Covid-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે Corona Virus ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

Covid-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે એક જાહેરનામાથી સુચના બહાર પાડવામાં આવી છે

Coronaના આ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સુરક્ષા બાબતે તકેદારીના પગલાં રૂપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.વાય. દક્ષિણીએ Anand શહેરના ૧૪ – એ, ક્રિષ્ના બંગ્લોઝ, ૩- રાધેશ્યામ પાર્ટી પ્લોટ ની પાસે, Anand, શ્રીજી સોસાયટી પાસે ઠક્કરવાડીની પાછળ, ગોપી સિનેમા, Anand, શાલીગ્રામ, વિનુકાકા માર્ગ, Anand અને ૯- એ, વૈકુંઠ, સાગર સોસાયટી, સીપી કોમર્સ કોલેજ પાસે, Anand ખાતેના દરેક વિસ્તારમાં એક ઘર તા. ૧૮ મી જુલાઇ સુધી નિયંત્રિત વિસ્તાર Covid-19 ના કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતો વખતની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

આ કન્ટેનમેન્ટ ઝોન સાત દિવસ અથવા કોરોનાગ્રસ્ત દર્દી વધારે સમય સંક્રમિત રહે તો જેટલા દિવસ સંક્રમિત હોય તેટલા દિવસ અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવરજવર કરી શકશે .આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિવિધ કાયદાની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર થશે.

Other News : મહારાષ્ટ્રના મુંબઇમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયો

Related posts

સંભવિત વાવાઝોડાથી બચવાં આટલી બાબતોનું ધ્યાન રાખીએ અને સલામત રહીએ

Charotar Sandesh

કૂખનો કાળો કારોબાર : નડિયાદમાં પોલીસે ગ્રાહક બની બાળક વેપારના નેટવર્કનો પર્દાફાશ ફર્યો

Charotar Sandesh

વિદ્યાનગર પાલિકા અને વ્હેરા ગ્રામ પંચાયતનાં સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો….

Charotar Sandesh