Charotar Sandesh
ગુજરાત

ગુજરાત રાજકારણમાં હડકંપ : પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

અમદાવાદ : પ્રશાંત કિશારે ગુજરાત વિધાનસભા ૨૦૧૨ ગુજરાત ચૂંટણીમાં મોદી માટે કામ કર્યું હતું. જ્યારથી તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી ત્યારથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર એકલા હાથે પૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરી હતી. ભાજપનો ૨૮૨ સીટ પર વિજય થયો હતો.

વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે એવી માગ ઊઠી છે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગ રૂપે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે ૨ કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલદી નિર્ણય લેવાય એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પદો પર તાત્કાલિક નિમણૂક થાય એ માટે હાઇકમાન્ડને રજૂઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત પર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી, જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માગ મૂકે એવી સર્વસંમતિ પણ દર્શાવવામાં આવી છે.

૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે

જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે. તાજેતરમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. બેઠક અંદાજિત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી

Other News : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સામે ગુજરાત આરોગ્ય તંત્ર સજ્જ

Related posts

રાજ્યમાં ધોરણ ૧ર સાયન્સનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે

Charotar Sandesh

હવે ખાનગી સોસાયટીઓનાં કામોમાં ધારાસભ્યો-કોર્પોરેટરો ૨૦% ગ્રાન્ટ ફાળવી શકશે : જાણો વિગત

Charotar Sandesh

વિલે પારલા હરિજન સમાજ પંચાયત તરફથી સમસ્ત હરિજન જ્ઞાતિબંધુઓ દ્વારા જાહેર ભંડારો યોજાશે

Charotar Sandesh