Charotar Sandesh
સ્પોર્ટ્સ

એક જ દિવસની ચાર મેચમાં શૂટઆઉટ સહિત કુલ ૪૦ ગોલ

માન્ચેસ્ટર સિટી

મુંબઈ : સતત પાંચમી વખત ઇંગ્લિશ લીગ કપ ફૂટબોલનું ટાઇટલ જીતવાના પ્રયાસ કરી રહેલી માન્ચેસ્ટર સિટીએ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત પ્રારંભિક મિનિટોમાં ગોલ ખાધો હતો પરંતુ તેણે વળતો પ્રહાર કરીને વેકોમ્બ વાન્ડરર્સને ૬-૧ના ર્માજિનથી પરાજય આપ્યો હતો. વાન્ડરર્સે ૨૨મી મિનિટે ગોલ કરીને તમામને ચકિત કરી દીધા હતા પરંતુ સિટીએ બંને હાફમાં ત્રણ-ત્રણ ગોલ કરીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

માન્ચેસ્ટર સિટીને લીગ કપમાં છેલ્લે ૨૦૧૬ના ઓક્ટોબરમાં પરાજય મળ્યો હતોઅને તે ૨૦૧૮ના જાન્યુઆરીમાં ઔસેમિફાઇનલના પ્રથમ તબક્કા બાદ કોઈ પણ મેચમાં હારી નથી. લિવરપૂલે અન્ય એક મેચમાં પ્રીમિયર લીગની ટીમ ર્નોવિચ યુનિયનને ૩-૦થી હરાવી હતી. લિવરપૂલ અને સિટી લીગ કપમાં વિક્રમી આઠમી વખત ટાઇટલ જીતવાના પ્રયાસ કરી રહી છે.

સિટીએ છેલ્લી આઠ સિઝનમાં છ વખત ટ્રોફી જીતી છે. એવરટન ક્લબને બીજા ડિવિઝનની ટીમ ક્વિન્સ પાર્ક રેન્જર્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં ૮-૭થી પરાજયનો સામનો કરવો પડયો હતો. બંને ટીમો નિર્ધારિત સમયમાં ૨-૨ના સ્કોરથી સરભર રહી હતી. લીડ્‌સે ફૂલહામ સામે ૦-૦ ડ્રો રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૬-૫થી વિજય હાંસલ કર્યો હતો.

Other News : વિમેન્સ વન-ડેમાં મિતાલી રાજે નંબર-૧નો તાજ જાળવી રાખ્યો

Related posts

કોહલીને કેપ્ટનશિપમાં થોડો વધુ સમય આપવાની જરૂર : સુરેશ રૈના

Charotar Sandesh

મહેન્દ્રસિંહ ધોની સમસ્યાનો ઉકેલ લાવનારો કેપ્ટનઃ ચહલ

Charotar Sandesh

શ્રીલંકા સામે ભારતનો કાર્યક્રમ જાહેર : જુલાઈમાં ત્રણ ટી-૨૦ અને ત્રણ વનડે મેચ રમશે…

Charotar Sandesh