Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કટોકટીના સંજોગોમાં કરવાની થતી કામગીરી સંદર્ભે ખંભાત ખાતે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

ઓફ સાઈટ મોકડ્રીલ

Anand : અધિક નિવાસી કલેક્ટરશ્રી, આણંદની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલ ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ દ્વારા ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે આવેલ ગોલાણા રોડ પર ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ હતી.

આ મોકડ્રીલ (mockdrill) અંતર્ગત કોઇ જ્વલનશીલ પ્રવાહી કે કેમીકલ ભરેલા ટેન્કરમાં કેમીકલ લીકેજ થતાં તેમાં આકસ્મિક આગ લાગી જાય તેવા કટોકટી ભર્યા સંજોગોમાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હાથ ધરવાની થતી આગ નિયંત્રણ અને બચાવ કામગીરી તથા આગથી દાઝી ગયેલ વ્યક્તિને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવા અને તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, આગને નિયંત્રણ કરવા સૌથી ઝડપી ઉપલબ્ધ ફાયરબ્રીગેડની ટીમ અને આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોની સહાય જેવી જરૂરી કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું

આ મોકડ્રીલ દરમિયાન જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રીનાબેન રાઠવા, ઔધોગીક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી એસ.બી ચૌધરી, ડીઝાસ્ટર મામલતદાર જયેશ વસાવા, ડીપીઓ એન્જેલાબેન, જી.પી.સી.બી અધિકારી માર્ગીબેન, ખંભાત (રૂરલ) પી.આઇ. અને તેમની ટીમ, ટ્રાન્સપોર્ટ અધિકારી, સોખડા ગામના તલાટી, સિવિલ સર્જન ખંભાત અને તેમની ટીમ તથા સોખડા- કલમસરમાં આવેલ ફેકટરીનાં પ્રતિનિધિઓ જોડાયાં હતા.

Other News : આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : જુઓ શું માહિતી અપાઈ સાયબર ક્રાઈમ અંગે ?

Related posts

રાજ્ય સરકારની સુચના તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશાનુસાર રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરાઈ

Charotar Sandesh

આણંદ-વિદ્યાનગર બાદ હવે કરમસદ નગરપાલિકા દ્વારા સાંજે ૪ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

Charotar Sandesh

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh