Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : જુઓ શું માહિતી અપાઈ સાયબર ક્રાઈમ અંગે ?

સાયબર ક્રાઇમ (cyber crime)

આણંદ : જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ (cyber crime) વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી સી.પી. ચૌધરીના માર્ગદશન હેઠળ આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા આણંદ ગંજ બજાર રોડ પર આવેલ વી.ઝેડ.પટેલ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.ડી.પુરોહિત, એએસઆઈ મુસ્તકીમ મલેક, સાયબર પ્રમોટર વીરેન જોષી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ (જાગૃતતા) (cyber crime) બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે?, સાયબર ક્રાઈમ (cyber crime)ના પ્રકારો, સોશીયલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થતી સાયબર સીક્યુરીટી અને સાયબર સેફટીની બાબતે, સાયબર ક્રાઈમથી બચવા માટે રાખવાની થતી સાવધાની, સાયબર ક્રાઈમની ફરીયાદ કેવી રીતે કરવી તેનું વિસ્તૃત માર્ગદર્શન આપી તેમણે સાયબર ક્રાઇમ (cyber crime) થાય ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવા પણ જણાવવામાં આવ્યું હતુ.

આ સાયબર અવેરનેસ કાર્યક્રમમાં આણંદ સાયબર ક્રાઈમ (cyber crime) પોલીસ સ્ટેશનના અધિકારીઓ, વી. ઝેડ પટેલ કોલેજના આચાર્યશ્રી, જિલ્લા સહકારી સંઘના સી.ઇ.આઇ., તેમજ કોલેજનો તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Other News : પ્રતિબંધીત ચાઇના માંઝા દોરીના રીલ નંગ ૨૬ કિ.રૂ.૩૫૦૦ મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢતી ડાકોર પોલીસ

Related posts

ખેડા જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પોલીસ, હોમગાર્ડ અને ST વિભાગના ૨૩૭૭ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

Charotar Sandesh

ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૯ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૭ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh