આણંદ : ભરચક વિસ્તારમાં આવેલ ફટાકડાના વેપલાની દુકાનમાં આગ લાગ્યા બાદ શહેરના ભરચક વિસ્તારમાં આજે પણ ફટાકડા (crackers) ની હાટડીઓના કારણે આગના અંગારા પર આણંદની ચર્ચા એરણે ચઢવા પામી છે.
શહેરના સુપર માર્કેટ, ગંજબજાર સહિત ભાલેજ માર્ગ વિસ્તારમાં આગના અંગારા ખેલ : સંબંધિત તંત્ર દ્વારા તપાસ જરૂરી
ગત સોમવારના રોજ ધમધમતા વિસ્તારમાં વિકરાળ આગની ઘટના બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતા ત્રણ વર્ષ પૂર્વ ફાયરસેફ્ટી સુવિધાની કડક અમલવારી ફાયરવિભાગ દ્વારા કરવામાં આવતા ફટાકડા વેપારીઓએ સુવિધા તો ઉભી કરી અને નિયમ મુજબ સ્ટોક રાખવાની જોગવાઈ હેઠળ લાયસન્સ મેળવ્યા અને વિભાગને મોટો જથ્થા માટે શહેર બહાર ગોડાઉન લીધાનું બતાવી આખમાં ધુળ ઝોકી મોટાભાગનો સ્ટોક દુકાનમાં જ રાખવાના ખેલ રચતા શહેરના સુપર માર્કેટ, ગંજ બજાર તથા ભાલેજ માર્ગ પરના ફટાકડા દુકાનની તપાસ હાથ ધરવામાં આવે તો શહેર આગના અંગારા પર હોવાની સ્થીતી ઉજાગર થાય તો નવાઈ નહીં.
- વિકરાળ આગમાં ભસ્મીભૂત થઈ ગયેલા લક્ષ્ય ઈમ્પિરિયલની એફએસએલ સહિતની ટીમોએ સ્થળ તપાસ કરી
શહેરના પાલિકા ભવન અને ફાયરવિભાગની નજીકના ભરચક વિસ્તારમાં આવેલ મયુર સેલ્સ નામની ફટાકડા (crackers) ની દુકાનમાં સોમવારના રોજ વિકરાળ આગ લાગવાની ઘટના બાદ આજે શહેરમાં આગનું કારણ અને નિયમ મુજબનો સ્ટોક મુદ્દે ચર્ચા તથા સવાલ ઉઠવા પામતા આશરે પાંચ વર્ષ પૂર્વે શહેરના ભગતસિંહ સ્ટેચ્યુ નજીક ફટાકડાની દુકાનમાં લાગેલ આગ અને તેમાં બે જણ જીવતા ભુજાઈ ગયાના પગલે આણંદ ફાયરવિભાગ દ્વારા લાયસન્સ તથા ફાયરસેફ્ટી માટે કડક અમલવારી હાથ ધરી હતી. અને તે સમયના ફાયર અધિકારી કમલેશ બ્રહ્મભટ્ટ દ્વારા ચોકસાઈ દાખવવામાં આવી હતી.
જો ગેરકાયદે સ્ટોક ના કારણે આગ લાગી હોય, તો નુકશાનની જવાબદારી કોની ?
શહેરના પાલિકા ભવન નજીક વિસ્તારમાં આવેલ ફટાકડા (crackers) ની દુકાનમાં વિકરાળ આગના કારણે દુકાનની આખી બીલ્ડીંગ તથા નજીકની બીલ્ડીંગને પણ મોટાપાયે આગની ઝપટમાં આવતા નુકશાન એક અંદાર પ્રમાણે બે કરોડનું થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ફાયરવિભાગના નિયમ મુજબ જો દુકાનમાં પચાસ કિલો જ ફટાકડા સ્ટોક રાખી શકાયના આધારે લાયસન્સ આપવામાં આવ્યું હોય અને સોમવારની આગની પાછળ મોટાપાયે ફટાકડા (crackers) નો ગેરકાયદે જથ્થો હોવાના કારણે વિકરાળ આગ લાગી હોય તો નિયમના ઉલ્લંઘન થયા હોય તો થયેલ નુકશાનની જવાબદારી કોની ? જેવા સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળેલ છે.
Related News : આણંદમાં રહેણાંક-ભરચક વિસ્તારમાં બનેલ ભયાનક આગની ઘટનામાં ચર્ચાતા સવાલો !